Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

એક વર્ષથી સાગબારા પો.સ્ટે.ના ગુનામાં નાસતા ફરતા 2 આરોપીઓને તરોપાથી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ વડા હિમકર સિંહ એ જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડવા સુચના અપાતા એ.એમ. પટેલ , પોલીસ ઇસ્પેક્ટર એલ.સી.બી.એ જીલ્લાના નાસતા ફરતાં આરોપીઓને ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી ઝડપી પાડવાની સુચનાના પગલે સાગબારા પો.સ્ટે.ના ગુનાના નાસતા ફરતાઓમાં ( ૧ ) હસમુખભાઇ દેવન ભાઇ વસાવા તથા ( ૨ ) વિલેશભાઇ ઉર્ફે વિલુભાઇ રમેશ ભાઇ વસાવા (બંન્ને રહે.તરોપા કોટવાલ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )ને એલ.સી.બી. ટીમ મારફતે તરોપા ગામેથી ઝડપી પાડી સાગબારા પો.સ્ટે.ને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

 

(11:34 pm IST)