Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

થલતેજની બ્લુમ્સ સુટ્સ હોટેલમાં બર્થ ડે પાર્ટીમાં દારુની મહેફિલ માણતા એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ ઝડપાયા

મોબાઈલ સહિત 1.15 લાખનો મુદ્દામાલ કબ્જે : વસ્ત્રાપુર પોલીસે મહેફિલનો કેસ કરી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ : થલતેજના બ્લુમ્સ સુટ્સ નામની હોટેલમાં શ્રાવણ માસમાં એન્જીનયરિંગના ચાર વિદ્યાર્થી દારૂની મહેફીલ માણતા પકડાયા હતા. બે યુવક અને બે યુવતીઓ બિયર પિતા પકડાયા ત્યારે તેમને છોડાવવા માટે પોલીસ સ્ટેશન પરિવાર દોડી આવ્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે મહેફિલનો કેસ કરી વધુ તપાસ હાથ ધરી છે. દર્શકનો જન્મ દિવસ હોવાથી પાર્ટી રાખી હોવાનું પોલીસ તપાસ બહાર આવ્યું હતું.

થલતેજના બ્લુમ્સ સુટ્સ નામની હોટેલમાં ચાર લોકો દારૂની મહેફીલ માણતા હોવાની બાતમી આધારે વસ્ત્રાપુર પોલીસે રેડ કરી હતી. હોટેલના રૂમ નંબર 307 ખાખડાવતા તેનો દરવાજો દર્શક સુનિલ પટેલ(ઉ. 21, રહે. સેકટર 505 સી ગાંધીનગર, મૂળ પેથાપુર) એ ખોલ્યો હતો. રૂમના બેડ પર અનમોલ કૌશલ વ્યાસ (ઉ. 21, રહે. સૂર્યદીપ બંગલોઝ, થલતેજ, મૂળ લીંબડી, સુરેન્દ્રનગર) , શરલી ઋતુરાજ કાનાબાર(ઉ.21,રહે પુષ્કર બંગલો, બોડકદેવ, મૂળ થરા, બનાસકાંઠા) અને અનુષ્કા વિશાલ શાહ (ઉ.19, રહે. નવકાર બંગ્લોઝ, પાલડી, માણસા ગાંધીનગર)ને પકડી પાડ્યા હતા.

બેડ પર બે બિયરના ટીન ખાલી હતા અને એક સીલ બંધ બિયર હતી. આમ પોલીસે મોબાઈલ સહિત 1.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દારૂ ક્યાંથી લાવ્યા અને કોણે કોણે મદદ કરી હતી. જોકે દારૂ પાર્ટી કરનાર ચારે વિદ્યાર્થીઓ એન્જીનયરિંગનો અભ્યાસ કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

(10:11 pm IST)