Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

અમદાવાદમાં વરસાદ જામ્યો નહીં છતાં 10,899 ખાડા પડયા : મનપાએ 10,611 ખાડાપૂરાણ કર્યું

હજુ 288 ખાડા પુરવાના બાકી: આ સપ્તાહમાં 2200 ઉપર પેચવર્કના કામ કર્યા : સ્ટેન્ડિંગ કમિટીમાં માહિતી અપાઈ

અમદાવાદ : શહેરમાં વરસાદ જામ્યો નહીં છતાં 10,899 ખાડા પડયા છે, AMCએ 10,611 ખાડાપૂરાણ કર્યું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસાની સિઝન હોવા છતાં પ્રિ- મોન્સૂન કામગીરીના ભાગ રૂપે 10,899 ઉપર ખાડા સામે આવ્યા હતા જે પૈકી 10,611નું કામ કરાયુ હતું જ્યારે 288 ખાડા પુરવાના બાકી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં અપાયેલી માહિતી મુજબ, આ સપ્તાહમાં 2200 ઉપર પેચવર્કના કામ કર્યા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયેલા વાર્ષિક હિસાબો મંજુર કરવામાં આવ્યા છે જેમાં ગત વર્ષના 4,497 કરોડ રેવન્યુ આવકની સામે 3,994 કરોડ ખર્ચ થયો છે જ્યારે રૂ. 2265 કરોડના કેપિટલ ખર્ચ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આવક ઘટી નથી. જે કામ બજેટના હતા તે પૂર્ણતાના આરે છે. રૂ. 502 કરોડ રૂપિયા કેપિટલ ખર્ચમાં આવ્યા છે, અત્યારે તહેવાર નિમિતે આરોગ્ય સુખાકારી માટે ખાદ્ય વસ્તુઓના સેમ્પલ લેવાનું કહેવામાં આવ્યું છે. નાની નાની સૂચના આપી છે.

શનિવાર અને રવિવારે રજાના દિવસમાં રજા નહિ રાખી ફોગીંગ સહિત કામગીરી કરવા સૂચના અપાઈ છે. શ્રાવણ મહિનો અડધો પૂરો થવા આવ્યોને અત્યાર સુધી માત્ર 38 સેમ્પલ લેવામાં આવ્યા છે. લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ઝડપથી ડેવલપ થાય તેની ચર્ચા કરી છે. શહેરમાં સૌથી મોટું તળાવ બીજા નંબરનું હશે. ડેવલપ કરાશે. લાલ બહાદુર શાસ્ત્રી તળાવ AMC જોડે છે. એસટીપી બનાવવાના કામ ચાલુ છે.

(10:08 pm IST)