Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

દક્ષિણ ગુજરાત માં અનરાધાર વરસાદ : સવારના 6 થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં પારડી અને વલસાડ 5 ઇંચ : વાપી અને ધરમપુર 4 ઇંચ ખાબક્યો

રાજ્યના 106 તાલુકાઓમાં 1 મિમિથી 129 મિમિ સુધીનો વરસાદ: લીલીયા અને અમરેલી 2 કલાક માં 3 ઇંચ તૂટી પડતા જળબમ્બાકાર જેવી સ્થીતી

(જીતેન્દ્ર રૂપારેલિયા-વાપી):  અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરને પગલે સંઘ પ્રદેશના દમણ અને સેલવાસ સહીત દક્ષિણ ગુજરાતના મોટા ભાગ ના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસતા ઝરમરથી 5 ઇંચ સુધી નો વરસાદ નોંધાયો છે

 ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે 6 વાગ્યાથી લઇ આઠ વાગ્યા સુધી માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડાને જોઈએ તો
 પારડી 129 મિમિ ,વલસાડ 128 મિમિ ,વાપી અને ધરમપુર 100-100 મિમિ,લીલીયા 83 મિમિ,હાંસોટ 72 મિમિ,અમરેલી 71 મિમિ,ખેરગામ 66 મિમિ,વ્યારા 65 મિમિ,ઉમરગામ 64 મિમિ,કપરાડા અને વઘઇ 62-62 મિમિ,ડોલવણ 61 મિમિ વરસાદ નોંધાયેલ છે
   અંકલેશ્વર 58 મિમિ,પલસાણા 55 મિમિ,ઉમરપાડા 54 મિમિ,માંગરોળ 50 મિમિ,દાહોદ 48 મિમિ,વાંસદા 45 મિમિ,માંડવી  44 મિમિ,ભરૂચ 42 મિમિ તો નવસારી વાલોડ અને આહવા 40-40 મિમિ,જલાલપોર 39 મિમિ,ગણદેવી 37 મિમિ,મહુવા 36 મિમિ,સોનગઢ 34 મિમિ, કામરેજ અને સુબીર 33-33 મિમિ,ગારિયાધાર 32 મિમિ,ચીખલી અને બારડોલી 31-31 મિમિ વરસાદ નોંધાયેલ છે આ ઉપરાંત ગઢડા 30 મિમિ ,વડોદરા 23 મિમિ , સુરત સીટી અને કવાંટ 21-21 મિમિ ,વઢવાણ 20 મિમિ,નાંદોદ અને સિંઘવળ 19-19 મિમિ,બાબરા 18 મિમિ, ધાનપુર 16 મિમિ,ચોર્યાસી અને ઓલપાડ 15-15 મિમિ વરસાદ નોંધાયેલ છે
   આ ઉપરાંત રાજ્ય ના 62 તાલુકાઓ માં 1 મિમિ થી 14 મિમિ સુધી નો હળવો વરસાદ નોંધાયેલ છે

(9:11 pm IST)