Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

સુરતના અમરોલીમાં ટ્રાન્સફરના ધંધાર્થીની બાઇકને આંતરી 7.60 લાખની લૂંટ ચલાવનાર ટોળકીને ઝડપવા પોલીસને સફળતા મળી

સુરત: શહેરનાઅમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ-1 માં માનસી મોબાઇલ નામે મોબાઇલ રીપેરીંગ અને મની ટ્રાન્સફરનો ધંધો કરતા હરેશ વિનુ ગોળવીયાની અઠવાડીયા અગાઉ અંજની ઇન્ડસ્ટ્રીઝ-5 નજીક આંતરી બાઇક સવાર લૂંટારૂઓએ માર મારી રૂ. 7.60 લાખની મત્તા લૂંટી લીધી હતી.

આ ઘટનામાં અમરોલી પોલીસે કોસાડ કાંસાનગર પાસેથી બાઇક નં. જીજે-05 પીએ-3894 સાથે કરણ પ્રવિણ રાઠોડ (ઉ.વ. 25 રહે. 13, જલારામ સોસાયટી, અમરોલી અને મૂળ. પીપળવા, તા. શિહોર, જિ. ભાવનગર) ને ઝડપી પાડયો હતો. કરણની પુછપરછના આધારે રેલવે પોલીસને જાણ કરી સુરત-પુરી સ્પેશીયલ ટ્રેનમાં ભાગી રહેલા તેના સાત સાથીદાર રાજેશ બલચંદ્ર પટનાયક (ઉ.વ. 23 રહે. ગણેશપુરા હાઉસીંગ, અમરોલી), બસંત પ્રધાન દયાનિધી પ્રધાન (ઉ.વ. 21 રહે. સાયણ રેલવે ટ્રેક નજીક, ઓલપાડ, જિ. સુરત), કૃણાલ સુશીલ ગૌડ (ઉ.વ. 19 રહે. ગણેશપુરા હાઉસીંગ, અમરોલી), રૂચિત ઉર્ફે ગણેશ ઘનશ્યામ બ્હેરા (ઉ.વ. 24 રહે. સાયણ રેલવે સ્ટેશન નજીક, તા. ઓલપાડ, જિ. સુરત), ચરણ અભિમન્યુ ગૌડ (ઉ.વ. 19 રહે. ગણેશપુરા હાઉસીંગ, અમરોલી), શિવરામ ઉર્ફે શિવા ખડલ સ્વાંઇ (ઉ.વ. 22 રહે. સાયણ રામ મંદિરની પાછળ, ઓલપાડ, જિ. સુરત) અને મીતન સીમાંચલ બિસોઇ (ઉ.વ.24 રહે. ગણેશપુરા હાઉસીંગ, અમરોલી) ને ઝડપી પાડયા હતા. પોલીસે કરણ પાસેથી રોકડા રૂ. 45 હજાર અને બાઇક તથા તેના સાથીદારો પાસેથી તેમની પાસેથી રોકડા રૂ. 66,500 અને સોનાના દાગીના, 9 મોબાઇલ ફોન કબ્જે લીધા છે. 

 

(4:56 pm IST)