Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

અનુપમસિંહ ગેહલોતનો સપાટોઃ ૧ દિવસમાં ૧૭ સામે પાસા,૨૧ તડીપાર

મુળ વઢવાણનો મનોજ ચૌહાણ, બોટાદનો સુરેશ અને ગીર સોમનાથ પંથકના ભલ્લા સહિત વિવિધ રાજયોના આરોપીઓને ભયજનક શ્રેણીમાં મૂકવા સાથે મહિલા બૂટલેગર સુરેનબેન વિગેરે સામે પીસીબી પીઆઇ આર.એસ. સુવેરા ટીમ દ્વારા રાત ઉજાગરા સાથેની દરખાસ્‍ત અંતર્ગત સપાટો : વિવિધ ગુન્‍હાખોરી આચરી લોકોને બાન પકડનાર સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને ઉત્તરપ્રદેશનાં અપરાધીઓ સામે કડક પગલાં, ૭૩ દિવસ રેઢા રહેલ સુરતમાં પોલીસ હોવાનો લોકોને અહેસાસ થયો

રાજકોટ તા.૧૯:  કાર્યદક્ષ પોલીસ કમિશનર અજયકુમાર તોમરની નિવૃત્તિ બાદ ૭૩ દિવસ સુધી કાયમી કમિશનરની નિમણૂક ન થવાના કારણે યોગાનુયોગ સુરત શહેરમાં ગંભીર પ્રકારના અપરાધો વધી જવાના પગલે-પગલે સુરતમાં રાજકોટ અને વડોદરામાં માથાભારે અપરાધીઓને કાયદાનું ભાન કરાવનાર અનુપમસિંહે ગેહલોત દ્વારા ચાર્જ સાંભળતા સાથે જ સુરત શહેરની આખી પરિસ્‍થિતિ કંટ્રોલ કરવા સાથી અધિકારીઓ તથા તમામ પીઆઇ અને પત્રકારો પાસેથી પરિસ્‍થિતનો ચિતાર મેળવી અપરાધીઓ માથું ઊંચું કરવાની હિંમત ન કરે અને પોલીસની જબ્‍બર ધાક બેસાડવાના મતના હોવાના સ્‍પષ્‍ટ સંકેત આપી દીધા હતા, જેના ભાગરૂપે પીસીબી પીઆઇ આર. એસ. સુવેરા સાથે બેઠક કરી તાકીદે આવા અપરાધીઓ સામે પાસા અને તડીપાર અપરાધી અંગે દરખાસ્‍ત કરવા જણાવ્‍યા બાદ પીસીબી પીઆઇ આર એસ. સુંવેરા ટીમ દ્વારા રાત ઉજાગરા કરી દરખાસ્‍ત ગણત્રીના કલાકોમાં તૈયાર કરી આપતા પોલીસ કમિશનરે એકજ દિવસમાં  સપાટો બોલાવતા લોકોમાં હર્ષની લાગણી જન્‍મી છે.

બળજબરીથી નાણાં કઢાવવા, વાહન ચોરી, છેડતીઓ, ઘરફોડ ચોરી, સામાન્‍ય લોકોના મોબાઈલ ચોરી, બળાત્‍કાર સહિતના આરોપોઓમાં અમુક ભયજનક શ્રેણીમાં છે, એક મહિલા બૂટલેગર પણ છે, જે આ મુજબ છે.

રાજસ્‍થાનનો અંકિત ત્‍યાગી, સુરેન્‍દ્રનગર જિલ્લાના વઢવાણનો મનોજ ચૌહાણ, બોટાદ પંથકનો સુરેશ અને મૂળ ઉત્તરપ્રદેશના અજજુ, આશિષ, તળાજાનો આશિષ, ગીર સોમનાથ પંથકનો ભલ્લો, રાજસ્‍થાનનો નાગલરામ તથા સુરતના મહિલા બુટલેગર સુરેનબેનનો અને નંદ રામનો સમાવેશ છે.

(3:00 pm IST)