Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

વિજયભાઈ રૂપાણીને બદનામ કરવા તેમના નામે કાલ્‍પનિક અને ખોટા નિવેદનો ઉભા કરી બનાવટી ન્‍યુઝ પ્‍લેટ ઉભી કરી અને સોશ્‍યલ મીડીયામાં વાયરલ કરનાર આરોપીઓ સામે ફોજદારી ફરીયાદ

વિજયભાઈની પોલીસ કમીશનર સમક્ષ લેખીત ફરીયાદ

રાજકોટઃ થોડા દિવસોથી ગુજરાત રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના નામે અમુક ચોક્કસ રાજકિય તેમજ સામાજિક હિતશત્રુઓ દ્વારા વિજયભાઈના નામે ખોટા અને કાલ્‍પનિક નિવેદનો ઉભા કરી એબીપી અસ્‍મિતા ન્‍યુઝ ચેનલનુ બનાવટી અને ખોટુ ન્‍યુઝ પ્‍લેટ ઉભુ કરી અને તે કાલ્‍પનિક નિવેદનો બનાવટી ન્‍યુઝ પ્‍લેટમાં એડીટ કરી અને સોશ્‍યલ મીડીયામાં વાયરલ કરવામાં આવ્‍યા છે. ત્‍યારે આવુ નિવેદન આજદિન સુધી તેઓ દ્વારા કરવામાં આવ્‍યુ જ નથી તેવું જણાવતા વિજયભાઈએ પોલીસ કમીશનર રૂબરૂ ફરીયાદ કરેલ છે જેમાં તેઓના નામે આવા ખોટા નિવેદનો ઉભા કરી ખોટી બનાવટી ન્‍યુઝ પ્‍લેટમાં આ કાલ્‍પનિક નિવેદન એડીટ કરી અને વાયરલ કરવા વાળા વ્‍યકિતઓ વિરૂધ્‍ધ ફોજદારી ફરીયાદ નોધી અને તાત્‍કાલીક કાયદાકિય કાર્યવાહી હાથ ઘ૨વા અનુરોધ કરેલ છે.

વિજયભાઈએ તેઓની ફરીયાદમાં વધુમાં જણાવેલ હતુ કે સ્‍વયંમ એબીપી અસ્‍મિતા ન્‍યુઝ ચેનલ કે જેનુ બનાવટી અને ખોટુ ન્‍યુઝ પ્‍લેટ ઉભુ કરવામાં આવેલ હતુ તે ન્‍યુઝ ચેનલે પણ તેઓની ચેનલના માધ્‍યમથી સ્‍પષ્ટતા કરેલ હતી કે આવુ કોઈ ન્‍યુઝ પ્‍લેટ ચેનલ દ્વારા બનાવવામાં આવેલ જ નથી અને ન્‍યુઝ પ્‍લેટમાં જણાવેલ નિવેદન તથ્‍ય વિહોણું છે.

વિજયભાઈએ ફરીયાદમાં જણાવેલ હતુ કે સમાજમાં ભાગલા પાડવા, તેઓની દાયકાઓ જુની નિષ્‍કલંક કારર્કિદીને હાની પહોચાડવા અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા આવી ખોટી ન્‍યુઝ પ્‍લેટ ઉભી કરવામાં આવી છે અને જે વ્‍યકિતઓએ આ હિન કળત્‍ય કરેલ છે તેઓ વિરૂધ્‍ધ તાત્‍કાલીક કાર્યવાહી કરી આ ફેક ન્‍યુઝ અટકાવવામાં આવે તે અનિવાર્ય છે. તેવુ વિજયભાઈએ તેઓની કમીશનરશ્રી રૂબરૂની ફરીયાદમાં જણાવેલ છે.

વિજયભાઈ રૂપાણી દ્વારા ઉપરોકત હકિકતોવાળી કમીશનરશ્રી રૂબરૂ કરેલ ફરીયાદ નીચે મુજબની છે.

અમો ફરીયાદી ઉપરોકત સરનામે અમારા પરીવાર સાથે રહીએ છીએ. અમો ફરીયાદી ગુજરાત રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી છીએ અને દાયકાઓથી સમાજની સેવા કરી રહ્યા છીએ. અમો સાર્વજનિક જીવનમાં પ્રવેશ્‍યા ત્‍યારથી લઈ અને આજદીન સુધી સામાજિક સમરસ્‍તાને સમર્પિત જવાબદારી પૂર્વકનું સાર્વજનિક જીવન જીવી રહ્યા છીએ.

અમો ઘણા સંવેધાનિક હોદાઓ ભોગવી ચુકયા છીએ. જે હોદાઓની જવાબદારીનુ નિર્વહણ કરતા સમયે દરેક સમાજને સાથે લઈ અને કાર્ય કરવાનો અમોએ સફળ પ્રયત્‍ન કર્યો છે.

ઉપરોક્‍ત કારણોસર અમો ફરીયાદીની નિષ્‍કલંક રાજકિય અને સાર્વજનિક કારર્કિદી રહી છે અને સર્વસમાજમાં અમો બહોળી પ્રતિષ્ઠા ધરાવીએ છીએ.

અમારી વર્ષોની મહેનતથી કમાયેલી સર્વસ્‍વિકળત પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા અમુક અસામાજિક તત્‍વો કે જેઓ આ કામના આરોપીઓ છે તેઓએ અર્મોના નામે કોની પાસેથી મત લેવાં એ એમને શીખવાડવું નહીં, ક્ષત્રિયો કે કોળીનાં મતની જરૂર નથી અમારે.- વિજય રૂપાણી આવા બનાવટી અને કાલ્‍પનિક ખોટા નિવેદનો ઉભા કરી અને એબીપી  અસ્‍મિતા ન્‍યુઝ ચેનલનુ બનાવટી અને ખોટુ ન્‍યુઝ પ્‍લેટ ઉભું કરી તેમા ઉપરોક્‍ત ખોટી હકિકતોવાળુ નિવેદન એડીટ કરી અને આ ખોટી એડીટેડ ન્‍યુઝ પ્‍લેટ સોશીયલ મીડીયાના માઘ્‍યમથી વાયરલ કરેલ છે. આવુ કોઈ નિવેદન અમો ફરીયાદીએ કોઈ દિવસ આપેલ જ નથી.

સ્‍વયંમ એબીપી  અસ્‍મિતા ન્‍યુઝ ચેનલે ઉપરોક્‍ત બનાવટી ન્‍યુઝ પ્‍લેટ તેઓ દ્વારા બનાવવામાં આવેલ નથી અને તે ન્‍યુઝ પ્‍લેટ ખોટી છે તેવુ સ્‍પષ્ટીકરણ એબીપી  અસ્‍મિતા ન્‍યુઝ ચેનલે તેની ચેનલના માધ્‍યમથી કરેલ છે.

સમગ્ર ભારતમાં હાલ લોકસભાની ચુંટણી ચાલી રહી છે અને ગુજરાત રાજયમાં ચુંટણી પ્રચાર અંતર્ગત અમો ફરીયાદીને ભારતીય જનતા પાર્ટીના સ્‍ટાર પ્રચારક તરીકે સમગ્ર રાજયમાં સભાઓ સંબોધવા જવાની ફરજ પડેલ છે. તેવા સંજોગોમાં અમ ફરીયાદીના નામનો ખોટી રીતે ઉપયોગ કરી અમોના નામે ખોટા કાલ્‍પનિક નિવેદનો ઉભા કરી અને ખોટા મેસેજો વાયરલ કરવાનો હિન પ્રયત્‍ન થઈ રહયો છે જેની સીધી આડ અસર રાજયની કાયદા વ્‍યવસ્‍થા ઉપર તેમજ સામાજિક સમરસ્‍તા ઉપર સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર પડે તેવી પુરી સંભાવના છે. સાથે આવા ખોટા એડીટેડ મેસેજો મારી વર્ષોથી કમાયેલી પ્રતિષ્ઠાને હાની પહોચાડી રહ્યા છે જેની પણ ગંભીરતાથી નોંધ લેવા આપ સાહેબને વિનંતી છે.

ઉપરોકત તમામ હકિકતોને ઘ્‍યાને લઈ અને મારા નામે ખોટા કાલ્‍પનિક નિવેદનો ઉભા કરી અને એબીપી અસ્‍મિતાની ખોટી ન્‍યુઝ પ્‍લેટ બનાવી તેમાં અમો ફરીયાદીનું ખોટુ કાલ્‍પનિક નિવેદન એડીટ કરનાર અને તે બનાવટી એડીટેડ ન્‍યુઝ પ્‍લેટને વાયરલ કરનાર આરોપીઓ સામે તાત્‍કાલીક ગુનો નોંઘી અને કાયદાકિય પગલા હાથ ધરવા વિનંતી છે.

વિજયભાઈ રૂપાણીના નામે એબીપી  અસ્‍મિતા ન્‍યૂઝ ચેનલના બનાવટી ન્‍યુઝ પ્‍લેટમાં ખોટા નિવેદનો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેના અનુસંધાને આ ખોટા ન્‍યુઝ પ્‍લેટ બનાવવા વાળા વ્‍યક્‍તિઓ સામે ફોજદારી ફરિયાદ કરી કાયદેસર કાર્યવાહી કરવા વિજયભાઈએ કમિશનર શ્રી ને ફરિયાદ આપેલ છે.

(1:40 pm IST)