Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

અમદાવાદના સરખેજમાં રૂ. 30 લાખની લેતી-દેતીમાં યુવક પર ફાયરિંગ:યુવકને ઇજા : અટકાયત

નિલેશ ખંભાયતા નામના યુવકે અન્ય યુવક પર ફાયરિંગ કર્યું :ફાયરિંગમાં હરપાલસિંહ જાદવને ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

અમદાવાદના સરખેજના મહમદપુરા રોડ પર રૂપિયાની લેતી-દેતીમાં ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગમાં એક યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફાયરિંગ કરનારની અટકાયત કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના સરખેજના મહમદપુરા રોડ પર ગુરૂવારે સેવન ઇલેવન કાફેની બહાર બે યુવકો વચ્ચે 30 લાખ રૂપિયાની લેતી-દેતીના મામલે બોલાચાલી થઈ હતી. જોકે, બાદમાં નિલેશ ખંભાયતા નામના યુવકે આવેશમાં આવીને અન્ય યુવક પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં હરપાલસિંહ જાદવને ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

(12:50 am IST)