Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

છોટાઉદેપુરમાં બીએસપીના હાથમાં બાજી :ભાજપ-કોંગ્રેસ કરતા વધુ બેઠકો જીત્યું

કુલ 28 બેઠકોમાંથી બસપાને 9,કોંગ્રેસને 8 ,ભાજપને 5 અને બીટીપીને બે બેઠકો મળી

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટીએ બાજી મારી છે. છોટાઉદેપુર નગરપાલિકામાં 7 વોર્ડની કુલ 28 બેઠકોમાંથી બસપાને 9, કોંગ્રેસને 8, ભાજપને 4, અપક્ષને 5 અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીને 2 બેઠક મળી છે. ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે બહુજન  સમાજ વાદી  પાર્ટી  મેદાનમાં ઉતરી હતી અને પરિણામોમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને કરતા વધુ બેઠકો જીતી  છે. બસપાના ચૂંટાયેલા સભ્યો હવે અન્ય સભ્યો સાથે ગઠબંધન કરી નગરપાલિકામાં સત્તા મેળવવાનો પ્રયાસ કરશે તેમ મનાય છે

(10:57 pm IST)