Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

રાજયપાલના પ્રવચન વખતે કોંગીનો હોબાળો-ગૃહત્યાગ

બજેટ સત્રનો તોફાની પ્રારંભઃ રાજયપાલે પ્રવચન ટૂંકાવવુ પડયું: સ્પીકર તરીકે રાજેન્દ્ર ત્રિવેદી સત્તારૂઢઃ સળગતા મુદ્ઓથી ગાજતુ ગૃહ

 ગાંધીનગર, તા. ૧૯ :  આજે ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો તોફાની પ્રારભ થયો છે. પાટણમાં દલિતનું આત્મવિલોપન, મોંઘવારી, બેકારી, કાયદો વ્યવસ્થા, પીવાના પાણીના ધાંધીયા વગેરે બાબતે વિપક્ષ કોંગ્રેસે-આક્રમક વલણ અપનાવેલ. બપોરે ગૃહના પ્રારંભે રાજયપાલે પ્રવચન શરૂ કર્યુ ત્યારે કોંગી સભ્યોના સૂત્રોચ્ચારથી ગૃહ ગાજી ઉઠાવેલ રાજયપાલે પ્રવચન ટુંકાવવું પડેલ અને હોબાળા વચ્ચે કોંગ્રેસે ગૃહત્યાગ કર્યો હતો.

રાજયપાલશ્રી ઓ.પી. કોહલી પ્રવચન કરી રહ્યા હતા ત્યારે વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના સભ્યોએ હોબાળો કરેલ કેટલાક વિપક્ષી સભ્યો સ્પીકરની નજીકની વેલમાં ધસી ગયા હતા.

કોંગ્રેસના સભ્યોના સતત ગોકીરાના કારણે અડધી કલાક માટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવેલ.

ફરી ગૃહ મળ્યુ ત્યારે શોકદર્શક ઠરાવો થયા હતા.

(3:21 pm IST)