Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રાજપીપળા રેડ ક્રોસ સોસાયટીમાં જરૂરિયાતમંદ માટે રાજ મોદીએ બ્લડ ડૉનેટ કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાનાં વતની અને ઝિમ્બાબ્વેનાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી રાજ મોદી કે જેમણે રાજપીપળા રેડ ક્રોસ સોસાયટીને લગભગ વીસ લાખ રૂપિયાની એમ્બ્યુલન્સ દાન આપી લોક ઉપયોગી કામ કર્યું હતું અને વારંવાર આવા સેવાકીય કર્યો કરતા ઝિમ્બાબ્વે નાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી આવ્યા છે ત્યારે આજરોજ તેમણે નર્મદા જિલ્લામાં સિકલસેલ અને અન્ય રોગોમાં ખાસ લોહીની જરૂર પડતી હોય તેવામાં લોહી અછત જણાઈ ત્યારે લોહી ડૉનેટ એક માત્ર વિકલ્પ હોવાથી કેટલાક દાતા લોહી આપી લોકોના જીવ બચાવવા મદદરૂપ થતા હોય છે જેમાં ઝિમ્બાબ્વે નાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી હોવા છતાં પોતાના વતન નાં લોકોને મદદરૂપ થવા રાજ મોદી એ રેડ ક્રોસ સોસાયટીમાં લોહી આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અન્યો ને પ્રેરણા આપી હતી.

(10:06 pm IST)