Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

અમદાવાદમાં વ્યાજે રૂપિયા આપતો વ્યાજખોર મનોજ ભરવાડ વિરૂધ્ધ ફરીયાદ થતા સામેથી પોલીસ સ્ટેશને હાજર થયોઃ પોલીસે ધરપડ કરી

અગાઉ લીધેલા રપ,૦૦૦ રૂપિયાના દોઢથી બેલાખ ચુકવવા છતા ફરીયાદીને અવાર નવાર હેરાન કરતો હતો

અમદાવાદ તા.ર૦ : અમદાવાદમાં રપ૦૦૦ હજાર રૂપિયા વ્યાજે લીધા બાદ વ્યાજખોર મનોજ ભરવાડ ફરીયાદીને હેરાન કરી દોઢથી બે લાખ વધુની રકમ લેતા તેની વિરૂધ્ધ ફરીયાદ થઇ છે વ્યાજખોર સામેથી પોલીસ સ્ટેશને હાજર થતા પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

ઇસનપુર પોલીસે વ્યાજખોરી કરતા એક શખ્સની ધરપકડ કરી છે. ગેરકાયદેસર રીતે વ્યાજ વટાવનો વ્યવસાય કરતા મનોજ ભરવાડ પાસે શરાફી પેઢી કે નાણા ધીરધાર તરીકેનું લાયસન્સ ન હોવા છતાં પણ ઊંચા વ્યાજે પૈસા આપી લાખો રૂપિયા પેનલ્ટી અને વ્યાજના નામે પડાવતો હતો.  જે અંગે ઇસનપુરના એક ફરિયાદીએ પોતાની જરૂરિયાત માટે એકાદ વર્ષ અગાઉ લીધેલા 25,000 રૂપિયાના બદલામાં દોઢથી બે લાખ રૂપિયા આવ્યા જખોર મનોજ ભરવાડને ચૂકવ્યા હતા તેમ છતાં પણ અવારનવાર પૈસાની માંગણી કરી ફરિયાદીને પરેશાન કરતો હતો જેને લઈ ફરિયાદીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ આરોપી મનોજ ભરવાડને પોતાની વિરુદ્ધ થયેલી ફરિયાદ અંગે જાણ થતા પોલીસથી બચવા સારું સમક્ષ હાજર થતા આજે ઇસનપુર પોલીસે ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

પ્રાથમિક વિગતો અનુસાર આરોપી મનોજ ભરવાડ છેલ્લા ઘણા સમયથી 10% કરતાં વધુ વ્યાજ અને પેનલ્ટી પેટે પૈસાની વસૂલાત કરતા અને કોઈ પૈસા ન ચૂકવી શકે તો બદલામાં પેનલ્ટી અને ઊંચું વ્યાજ પણ વસૂલતા હતા.

(5:37 pm IST)