Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રોકાણકારો માટે પરિવર્તન અને નોંધપાત્ર તક રજુઃ ડીએસપી ઇન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજર્સ

(કેતન ખત્રી) અમદાવાદઃ ડીએસપી ઇન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજર્સ ભારતની સ્‍ટોરી(વાર્તા) હવે વાસ્‍તવિક બની છે. તેની વાર્ષિક નોંધ-૨૦૨૩ સંબંધિત વિશ્વમાં, ડીએસપી કહે છે કે દેશની માળખાગત કાયાપલટને વિવિધ પરિબળો દ્વારા વેગ મળી રહયો છે જેમાં કોર્પોરેટર દ્વારા લાભ ઉઠાવવાો, ઉત્‍પાદન ક્ષેત્રમાં વિસ્‍તરિત ક્ષમતા ઉપયોગિતા, સરકારનું ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરમાં રોકાણ અને સારી મૂડી સાથેની બેન્‍કિંગ સિસ્‍ટમ્‍સનો સમાવેશ થાય છે,

આ બાબત રોકાણકારો માટે મોટા પાયે પરિવર્તન અને નોંધપાત્ર તક રજુ કરે છે કેમ કે ભારતે વૈશ્વિક અર્થતંત્ર તરફથી ગતિ સતત રાખી છે. આ નોંધમાં એવુ દર્શાવવામાં આવ્‍યુ છે કે ધ્‍યાનમાં લેવા જેવા બે જોખમી પરિબળો છેઃ વ્‍યાજદરો અને વૃધ્‍ધિ. મધ્‍યસ્‍થ બેન્‍કો એક ક્ષણે વૃધ્‍ધિ સામે ફુગાવાને અગ્રિમતા આપી રહયા છે ત્‍યારે ફુગાવાત્‍મક દબાણમાં ઘટાડો થાય તેવા સંકતો છે. માર્કેટ વૃધ્‍ધિ ધીમી પડવાની શકયતાને ધ્‍યાનમાં ન લે તેવી ધારણા છે. તેમ યાદીમાં જણાવાયુ છે.

(4:15 pm IST)