Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

લોકોના પરસેવાની કમાણી સાયબર માફીયાઓ ચાઉ કરે તે પહેલા ૨ કરોડ ૩૧ લાખથી વધુ પરત અપાવી દીધા

૧ લાખ પુસ્‍તિકા, સાયબર માફીયાઓ સામે લોકજાગૃતિ, પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને એસીપી યુવરાજસિંહ ગોહિલની રણનીતિ સુપરડુપર સાબિત : દેશની અલગ અલગ હોસ્‍પિટલોની વેબસાઈટ બનાવી છેતરપિંડી આચરનાર આફ્રિકન ગેંગ સહિત ૬ મહત્‍વના કેસ ઉકેલતી સુરત સાયબર ક્રાઈમ

રાજકોટ, તા.૨૦:  ટેકનીકલ આવિષ્‍કાર લોકો માટે અભિશાપ બની રહે તેવા દેશભરના સાયબર ક્રાઇમ માફિયાઓના પ્રયાસો સામે આવા લોકોને કારણે વડાપ્રધાનનું ડિજિટલ ઇન્‍ડિયાનું સ્‍વપ્ન રોડાય જાય તેવું સમજતા અજયકુમાર તોમરને વાર ન લાગી.

ગુજરાત એટલે વ્‍યપાર ઉદ્યોગનું હબ અને એમાંય સુરત એટલે ગુજરાતની આર્થિક રાજધાની એવા શહેરના લોકો ડિજિટલ લેવડ દેવડ કરતા અચકાય નહિ તે માટે અજયકુમાર તોમર દ્વારા આવા અનેક અટપટા ગુન્‍હા ઉકેલી લોકોને મદદરૂપ બનેલ સાયબર ક્રાઇમ એસપી યુવરાજસિંહ ગોહિલ સાથે ચર્ચા કરી આખી રણનીતિ તૈયાર કરવામાં આવી અને અદભૂત પરિણામ આવ્‍યા. ૨૦૨૦મા ૩૮ ગુન્‍હા જાહેર થયા તેમાંથી ૩૦ ગુન્‍હાનો ભેદ ઉકેલાયા એટલે લોકોનો વિશ્વાસ વધ્‍યો, ૨૦૨૧મા  ૫૦ ગુન્‍હા જાહેર થયા અને ૪૪ ગુન્‍હા ઉકેલાયા એટલે લોકો પણ પોલીસની કામગીરીમાં જે વિશ્વાસ આમ તો હતો તેમાં ખૂબ મોટો વધારો કરવામાં થયો અને પછી આવી ૨૦૨૨મા વધુ લોકો આગળ આવ્‍યા અને ૮૦ ફરિયાદ થયેલ જેમાંથી ૭૫ શોધાઇ ઞયા.

સુરત સાયબર ક્રાઈમ એસપી યુવરાજ સિંહ ગોહિલ દ્વારા અજય કુમાર તોમરના માર્ગ દર્શનમાં જે મહત્‍વના કોવોલેટી કેશ ઉકેલાયા તે વિગત જાણવા જેવી છે.

સુરત સાયબર ક્રાઈમની વર્ષ-૨૦૨૨ દરમિયાન શોધેલ સારા ગુનાની માહિતી. (૧) ભારતની અલગ અલગ પ્રખ્‍યાત હોસ્‍પિટલોના નામની ફેક વેબસાઈટ બનાવી છેતરપીંડી આચરનાર આફ્રીકન ગેંગનો બેંગ્‍લોરથી પર્દાફાશ કરેલ છે. (૨) વીમાની પાકતી રકમ મેળવવા ગવર્મેન્‍ટ ઓફ ઈન્‍ડિયા સાથે જોડાયેલ છે. તેવી ખોટી ઓળખાણ આપી વીમા પોલીસી ફ્રોડ કરતી દિલ્‍હીની ગેંગનો પર્દાફાશ કરેલ છે. (૩) આરબીએલ બેંક ક્રેડિટ કાર્ડના ધારકો સાથે ઓટીપી મેળવી છેતરપીંડી કરનાર ઝારખંડની જામતારા ગેંગનો પર્દાફાશ કરેલ છે. (૪) એપ્‍લીકેશનમાં ઈન્‍વેસ્‍ટ કરવાથી ખુબ વધારે પ્રોફીટ થશે તેવી લોભામણી લલચામણી વાતો કરી ઈન્‍વેસ્‍ટમેન્‍ટના નામે ફ્રોડ કરતી પヘમિ બંગાળની ગેંગનો પર્દાફાશ કરેલ છે. (૫) ઓનલાઈન ફેક વેબસાઈટ ઉપર ગલુડીયું વેચવાની જાહેરાત મુકી છેતરપીંડી આચરતી વેસ્‍ટ આફ્રીકન ગેંગનો પર્દાફાશ કરેલ છે. (૬) ઈન્‍સ્‍ટાગ્રામ ઉપર મહિલાના નામે ફેક એકાઉન્‍ટ બનાવી વીડિયો કોલ કરીને Sextortion આચરતી હરીયાણાની મેવાતી ગેંગનો પર્દાફાશ કરેલ છે.

(1:59 pm IST)