Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

દ્વારકાઃ રિલાયન્‍સ મોલમાં લોહરી ઉજવણી

(કેતન ખત્રી), અમદાવાદઃ લોહરી નિમિત્તે, રિલાયન્‍સ મોલ દ્વારા દ્વારકામાં સેક્‍ટર ૧૩ ખાતે આવેલા તેમના મોલમાં સાચી પંજાબી શૈલીમાં બે દિવસીય લોહરી ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.લોહરી એ એક ભવ્‍ય પંજાબી તહેવાર છે, જે દર વર્ષે શિયાળાના અયનકાળના દિવસે ઉજવવામાં આવે છે જે વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબો અંધારું હોય છે. રિલાયન્‍સ મોલ. દ્વારકાએ આ વર્ષે તેના ગ્રાહકો માટે તેને ભવ્‍યાતિભવ્‍ય બનાવવા માટે કોઈ કસર છોડી નહોતી.આ ઉજવણીમાં લોકોએ પંજાબી ઢોલ, સામી ડાન્‍સ, લુડી ડાન્‍સ, તમામ વય જૂથો માટે રમતોની શ્રેણી અને મનોરંજક પ્રવળત્તિઓનો આનંદ માણ્‍યો હતો. લોકો પંજાબી ઢોલ સાથે ભાંગડા અને ગીધા નળત્‍ય કરતા જોવા મળ્‍યા હતા જેણે લોહરીના તહેવારમાં વધુ આનંદ અને રંગ ઉમેર્યો હતો. તેમ  રિલાયન્‍સ રિટેલના વાઇસ પ્રેસિડેન્‍ટ, મોલ મેનેજમેન્‍ટ શ્રી દર્શક મહેતાએ જણાવ્‍યું હતું.

(4:48 pm IST)