Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

પલસાણા નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત :ગર્ભવતી મહિલાનું ઘટનાસ્થળે મોત :ત્રણને ઇજા : કાર ચાલક ફરાર

એક જ પરિવારના સભ્યો રિક્ષામાં બેસી સચીનથી પલસાણા આવતા હતા : સૌરાષ્ટ્ર કાઠિયાવાડી હોટલની સામે સર્વિસ રોડ ઉપર અકસ્માત

સુરત : સુરતના સચીનથી પલસાણા તરફ આવતા રોડ ઉપર સૌરાષ્ટ્ર કાઠિયાવાડી હોટલની સામે સર્વિસ રોડ ઉપરથી પસાર થતી એક રિક્ષાને અજાણ્યા કાર ચાલકે અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી વિગત મુજબ સુરત જિલ્લાના પલસાણા ખાતે ને.હા-53 ઉપર સૌરાષ્ટ્ર કાઠિયાવાડી હોટલની સામે સર્વિસ રોડ ઉપરથી પસાર થતી એક રિક્ષાને અજાણ્યા કાર ચાલકે અડફેટમાં લેતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરો પૈકી ગર્ભવતી મહિલા છોટી રાહુલ શાહુનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ પુરુષને ઇજા પહોંચતા સારવાર માટે પલસાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક જ પરિવારના સભ્યો રિક્ષામાં બેસી સચીનથી પલસાણા ખાતે સંબંધીને ત્યાં આવી રહ્યા હતા તે સમયે કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ સ્થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

(7:41 pm IST)