Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

દિયોદરમાં ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવમાં ભરખમ વધારો:એક સાથે ત્રણ મંદિરને નિશાન બનાવી તસ્કરોએ દાનપેટીની રકમ સહીત ઘરેણાંની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

દિયોદર:શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હજુ સુભમ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવવાની સાહી સુકાણી પણ નથી ત્યારે વધુ ત્રણ મંદિરો તસ્કરોના નિશાન બન્યા છે .

જાણવા મળતી માહિતી મુજબ દીયોદર તાલુકાના ચીભડાં ગામે આવેલ ત્રણ ધામક મંદિરમા ગત સોમવારના રાત્રિના સમય અજાણ્યા ઈસમોએ મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાંથી દાન પેટીની ઉઠાંતરી કરી હતી .તેમજ અન્ય મંદિરમાંથી  પણ ચાંદીના છતર ની પણ ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. જેમાં વહેલી સવારે મંદિરના પૂજારી પૂજા કરવા પોહચતા ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા .અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૃ કરી હતી .જો કે એકાએક ચોર ટોળકીએ હવે ધામક મંદિરોને નિશાન બનાવતા રહીશો માં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે . તસ્કરો એ ધામક મંદિર ને નિશાન બનાવ્યા બાદ આખે આખી દાન પેટી ખુલ્લી જગ્યા પર લઈ ગયા હતા અને દાન પેટી તોડી અંદર થી રોકડ રકમ બહાર નીકાળી લઈ ગયા હતા જેમાં દાન પેટી પોલીસ ને ખુલ્લી જગ્યા પર થી મળી આવી હતી

(5:18 pm IST)