Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ભીલાડના નંદિગામ હાઇવે પર જૈન મંદિરમાં પૂજાના વસ્ત્રો પહેરી સુરતનો શખ્સ ચાંદીનું નાળિયેર ચોરી રફુચક્કર

વાપી:ભિલાડ નજીકના નંદીગામ હાઈવે પર આવેલા જૈન મંદિરમાંથી ચાર દિવસ અગાઉ ચાંદીના નાળિયેરની ચોરી થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે સીસીટીવી અને કાર નંબરના આધારે સુરત ખાતે રહેતા શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ મંદિરમાં પૂજાના વસ્ત્રો પહેરી પૂજા કરી નાળિયેરની ચોરી કર્યાની સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું.
ભિલાડ નજીકના નંદીગામ હાઈવે પર જૈન તિર્થધામમાં આવેલા સિમંધર સ્વામી જૈન મંદિરમાં તા.૧૫-૧-૨૦૧૮ના રોજ રૃા.૪૫ હજારની કિંમતના ચાંદીના નાળિયેરની ચોરી થઈ હતી. મંંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પૂજાના વસ્ત્રો પહેરી આવેલા શખ્સે ચૂપકેથી નાળિયેરની ચોરી કરી હોવાનું કેદ થઈ ગયું હતું.
પોલીસે સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા જે શખ્સ કારમાં આવ્યો હતો તે કાર નંબરના આધારે આરટીઓ કચેરીમાં તપાસ કરતા કાર માલિક સુરતના ઘોડદોડ રોડ પર રહેતા અનુપ જીતેન્દ્રભાઈ શાહ (ઉ.વ.૪૨) હોવાનું બહાર આવ્યું હતું. ભિલાડ પોલીસની ટીમ સુરત પહોંચી અનુપ શાહની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.

(7:03 pm IST)