Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

જંબુસરમાં ચાર બાળકી સાથે નરાધમ શિક્ષકે શારીરિક અડપલાં કરતા વાલીઓમાં આક્રોશ

જંબુસર:ની પ્રાથમીક શાળામાં શિક્ષકે તેના વર્ગમાં અભ્યાસ કરતી ચાર બાળકીઓ સાથે શારીરીક અડપલા કર્યાની રાવ બાળકીઓએ તમના વાલી સમક્ષ કરતા આક્રોશમાં આવેલા વાલીઓએ પ્રાથમીક શાળા ઉપર હોબાળો મચાવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જંબુસર નગરની એક પ્રાથમીક શાળામાં ધો.૪ માં અભ્યાસ કરતી ચાર બાળકીઓએ તેમના શિક્ષક શંકરભાઈ પરમારે તેમની સાથે  શારીરીક અડપલા અભ્યાસ દરમ્યાન કરતા હોવાની વાત માતા પિતાને કરતાં બાળકીઓના માતા પિતા સહિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓના વાલીઓમાં આક્રોશ વ્યાપ્યો હતો.
વાલીઓના ટોળેટોળાં પ્રાથમીક શાળા ખાતે ઉમટી પડયા હતા. જંબુસર પોલીસ પ્રાથમીક  શાળાએ દોડી ગઈ હતી. અને વાલીઓના આક્રોશને શાંત પાડવાનો પ્રયત્ન કરીને શિક્ષકને તથા પીડીત બાળકીઓને તથા તેઓના માતાપિતાને પોલીસ સ્ટેશન લાવ્યા હતા.
 જ્યા પીડીત બાળકીના પિતાએ શિક્ષક વિરૃધ્ધ ફરીયાદ નોધાવતા જંબુસર પોલીસે પોકસો એકટ અન્વયે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(7:02 pm IST)