Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વિધાનસભામાં ચૂંટાયેલા નવ બ્રાહ્મણ વિધાનસભ્યોનું આવતીકાલે સન્માન

અમદાવાદ, તા. ર૦ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતેલા નવ બ્રાહ્મણ વિધાનસભ્યોનું આવતીકાલે બ્રહ્મ પડકાર સમાજ દ્વારા સંતોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવશે અને બીજેપી અને કોંગ્રેસના બ્રાહ્મણ વિધાનસભ્યો એક મંચ પર એકસાથે ગુજરાતમાં પહેલી વાર ઉપસ્થિત રહેશે.

આ સંદર્ભમાં બ્રહ્મ પડકારના કન્વીનર પૃથ્વી ભટ્ટે ગઇકાલે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કરતા કહ્નાં હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ૧૪ બ્રાહ્મણ ઉમેદવારો ઉભા રહ્ના હતાં. એમાંથી સાત બીજેપી માંથી અને બે ઉમેદવારો કોંગ્રેસમાંથી ચૂંટાયા છે. ગુજરાતમાં પ્રથમ વાર એવું બનશે કે સાત બીજેપીના અને બે કોંગ્રેસના વિધાનસભ્યો પહેલી વાર એક મંચ પર એકસાથે આવશે. આ વિધાનસભ્યો બ્રાહ્મણ સમાજ માટે તેમના આઇડિયા શું છે એની ચર્ચા કરશે. બ્રાહ્મણ સમાજને પડતી તકલીફો વિશે અને હિન્દુત્વના રક્ષણ માટે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

બ્રહ્મ પડકાર અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા રવિવારે અડાલજ સર્કલ પાસે યોજાનારા આ સન્માન સમારોહમાં ગુજરાતમાં રહેતા દેશના તમામ રાજયોના બ્રાહ્મણો ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં અંબાજીવાળા ચૂંદડીવાળા માતાજી, સ્વામીનારાયણ આશ્રમ, મેંદરડાના સ્વામી ભકિતપ્રસાદદાસજી, ઝુંડાલ ગુરૂકુળના પી.સી. સ્વામી ઉપસ્થિત રહીને વિધાનસભ્યો અને સમાજને આશિર્વાદ આપશે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાનો ડો. મહેશ શર્મા અને શિવપ્રતાપ શુકલા, બ્રહ્મ સમાજના આગેવાનો ખાસ હાજરી આપશે. (૮. પ)

(3:02 pm IST)