Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ગુજરાતના માનવ ઠકકરે ટેબલ ટેનીસ વર્લ્ડ રેકીંગમાં બીજુ સ્થાન મેળવ્યું

સુરતના ટેબલ ટેનીસ ખેલાડી માનવ ઠક્કરે અંડર-૧૮ વર્લ્ડ રેકીંગ ટુર્નામેન્ટમાં  બીજુ સ્થાન મેળવ્યું હોવાની જાહેરાત ઇન્ટરનેશનલ ટેબલ ટેનીસ ફેડરેશને કરી છે.  તેઇપેઇનો લી ચાંગ વર્લ્ડમાં નંબર વન છે. જયારે બીજા નંબરની સિધ્ધી મેળવનાર માનવ ગુજરાતનો પ્રથમ ખેલાડી છે. ર૦૧૭માં માનવે વર્લ્ડ જુનીયર સર્કીટ ટુર્નામેન્ટમાં ભારત અને સ્લોવેનીયાની ટુર્નામેન્ટો જીતી હતી તથા સાર્બિયા અને થાઇલેન્ડમાં તે રનર્સ અપ રહયો હતો તથા બેલગ્રેડની ટુર્નામેન્ટમાં તેને પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આવી સિધ્ધી મેળવનાર માનવ ઠકકર પ્રથમ ભારતીય બન્યો હતો. તેને સુરત તથા ગોરવ વધાર્યુ છે.

(5:57 pm IST)