Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

વડોદરાના મકરપુરા વિસ્તારમાં દિવાળી કરવા વતનમાં જવું પરિવારને ભારે પડ્યું:અજાણ્યા શખ્સો બંધ મકાનને નિશાન બનાવી દાગીના સહીત 20 હજારની ઉઠાંતરી કરી છૂમંત.....

વડોદરા:શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતો પરિવાર દિવાળી ઉજવવા રાજસ્થાન ગયો હતો. તે સમયે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂ. 20 હજારની મત્તા ચોરી જવાનો બનાવ મકરપુરા પોલીસ મથકે નોંધાયો છે. મકાનમાલિકે મોબાઇલ એપ્લિકેશન પોતાના ઘરના સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરી થયાની જાણ થઈ હતી.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નોવિનો તરસાલી રોડ પર આવેલ શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા શેખર ક્રિષ્ન મોહન શ્રીવાસ્તવ ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટર તરીકે દવાઓનું માર્કેટિંગ કરે છે

16મી નવેમ્બરના રોજ તેઓ પોતાના મકાનને તાળું મારી પરિવાર સાથે રાજસ્થાનના ઉદેપુર ખાતે ફરવા માટે ગયા હતા. દરમિયાન ગઇકાલે તેઓએ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા રાબેતા મુજબ મોબાઈલની એપ્લિકેશનમાં ચેક કરતાં જાણવા મળ્યું હતું કે ઘરમાં ચોરી થઈ છે. જેથી તેઓ તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા.

(5:32 pm IST)