Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી નહિ દેખા તો કુછ નહી દેખા...’ અમિતાભ બચ્ચન ફરી ગુજરાત પ્રવાસન ક્ષેત્રનો પ્રચાર કરશેઃ એડ ફિલ્મ બનાવવા ગુજરાત આવશે

ગાંધીનગર :બોલિવુડના ખલનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાતમાં ટુરિઝમના પ્રચાર માટે એડનું શૂટિંગ કરવા આવશે. આ વખતે અમિતાભ બચ્ચન સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર પણ કરશે. ટુરિઝમ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી બે માસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડ ફિલ્મોમાં તેઓ કામ કરશે. ત્યારે હવે બિગબીના મોઢે સ્ટેચ્યુ ઓફ યુનિટી નહિ દેખા તો કુછ નહી દેખા...ના શબ્દો ફરી એકવાર સાંભળવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત કે ભારત નહિ પણ સમગ્ર વિશ્વમાં વ્યાપક પ્રચાર અને પ્રસાર કરી શકાય એ પ્રકારની એડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. 

ફરી એકવાર બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન ગુજરાત આવવાના છે. આ વખતે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બ્રાન્ડિંગ કરતા દેખાશે. છેલ્લા બે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નવુ આકર્ષણ બનીને ઉભર્યું છે. હવે દેશવિદેશમાં તેની ખ્યાતિ પહોંચે તે હેતુથી ગુજરાત ટુરિઝમ દ્વારા તેનું બ્રાન્ડિંગ કરાશે. ગ્લેમર હજી દુનિયાભરના પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારની ઇચ્છા છે કે, ખુશ્બુ ગુજરાત કીનું કેમ્પેઇન ફરી એકવાર આગળ વધે અને એ કેમ્પેઇનમાં આ વખતે માત્ર કેવડીયાનો સમાવેશ કરવામાં આવે.

(4:54 pm IST)