Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રાજયભરમાં ધીમે - ધીમે ગતિ પકડતી ઠંડીઃ કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી

રાજકોટ : ગુજરાતમાં હાલ કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ધીમા પગલે રાજયમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવાળીના તહેવારોની સીઝનમાં હાલ વ્હેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.શિયાળાની શરૂઆત થતા રાજયમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યુ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ સહિતના શહેરમાં સવારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. ઠંડી વધતા મોર્નીંગ વોકર્સની સંખ્યામાં વધારો થયો છે.

(2:31 pm IST)