Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

દિવાળી તહેવારમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન ભારે પડ્યું : કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો

છેલ્લા ચારેક દિવસથી નવા કેસમાં જબરો વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું

અમદાવાદ : દિવાળીના તહેવારોમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન ભારે પડ્યું છે રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી નવા કેસમાં ચિંતાજનક વધારો થયો છે  રાજયમાં છેલ્લા 24 કલાકમાં 1281 પોઝિટિવ કેસ સામે આવ્યા છે,જેમાં 8 લોકોના મોત થયા છે અને 1274 સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. આ સાથે રાજયમાં મૃત્યુઆંક વધીને 3823 અને રિકવરી રેટ 91.50 ટકા થયો છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 207, સુરત કોર્પોરેશન 181, વડોદરા કોર્પોરેશન 104, રાજકોટ કોર્પોરેશન 96, રાજકોટ 65, બનાસકાંઠા 64, મહેસાણા 45, સુરત 43, પાટણ 42, ગાંધીનગર કોર્પોરેશન 38, વડોદરા 38, દાહોદ 35, ખેડા 26, મહીસાગર 25, અમરેલી 23, ગાંધીનગર 21, પંચમહાલ 18, જામનગર કોર્પોરેશન 17, જામનગર 16, સુરેન્દ્રનગર 15, આણંદ 14, મોરબી 14, અમદાવાદ 13, નર્મદા 13, ભાવનગર કોર્પોરેશન 12, કચ્છ 12, ભરૂચ 11, જુનાગઢ કોર્પોરેશન 11, સાબરકાંઠા 11, ગીર સોમનાથ 9, જુનાગઢ 9, તાપી 7, અરવલ્લી 6, બોટાદ 5, છોટા ઉદેપુર 5, દેવભૂમિ દ્વારકા 4, ભાવનગર 2, નવસારી 2, પોરબંદર 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની યાદી મુજબ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 8 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, પાટણ 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 8 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3823એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,75,362 નાગરીકો સાજા થઈ ગયા છે. 3823ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 12,457 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 83 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 12,374 સ્ટેબલ છે.

(8:55 pm IST)