Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

શિક્ષણ બોર્ડનું નવુ બંધારણ ! ૫૯ની જગ્યાએ હવે માત્ર ૨૧ સભ્યોને શિક્ષણ બોર્ડમાં સ્થાન

શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નવું બંધારણ - ખરડો રજૂ થવાની શકયતા : વિવિધ સંવર્ગમાં વિરોધનો સૂર

રાજકોટ, તા. ૧૯ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ચાલુ મુદ્દતની અંતિમ બેઠક ટૂંક સમયમાં મળનાર છે. જેમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની વિવિધ સંવર્ગની ૨૬ બેઠક ઘટાડીને ૯ બેઠક કરવાનો નિર્ણય થનાર હોવાનું જાણવા મળે છે.

જૂની ૨૬ શિક્ષણ બોર્ડની બેઠકોમાંથી ૯ કરવામાં આવશે. આ ૯ બેઠકો પૈકી નવી બેઠકોમાંથી બીે.એઙ કોલેજના આચાર્ય અને સંચાલક મંડળની ચૂંટણીના નીતિ નિયમો નક્કી કરવામાં આવશે.

આ ચૂંટણી સંબંધે ખરડો આગામી ૨૧-૯ના ધારાસભામાં મૂકવામાં આવી રહ્યો હોય તમામ શૈક્ષણિક સંગઠનોનો વિરોધ થઈ રહ્યો છે.

નવી ૯ બેઠકોમાં આચાર્ય, માધ્યમિક શિક્ષક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક, સંચાલક મંડળ, વહીવટી કર્મચારી, વાલી મંડળ, સરકારી શિક્ષક, બી.એઙ કોલેજના આચાર્ય, ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય, ઉત્તર બુનિયાદી શાળાના શિક્ષકની ૯ બેઠકો થનાર હોવાનું જાણવા મળે છે. ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૬ બેઠકોની ચૂંટણી દર ત્રણ વર્ષે યોજવામાં આવે છે તે ઘટાડીને હવે માત્ર ૯ બેઠક કરવામાં આવી છે. અગાઉ કલાસ - ૧ અધિકારીઓની ૧૫ બેઠકો, ધારાસભ્યોની ૫ બેઠકો, યુનિવર્સિટીની ૧૦ બેઠકો, સરકાર નિયુકત બેઠકો મળી કુલ ૩૩ બેઠકો થતી હતી. નવા બંધારણમાં માત્ર ૧૨ બેઠકો કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડનું જૂનું બંધારણ કુલ ૫૯ સભ્યોનું બનેલ હતું. જે નવા ખરડા મુજબ ૨૧ બેઠકોનું બનશે.

(2:35 pm IST)