Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

રેલવે મંત્રીને રેલીમાં ડીજેની પરમિશન મળતી હોય તો પછી ગણેશ ભક્તોને કેમ ના મળે કહીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

રેલવે મંત્રીને રેલીમાં ડીજેની પરમિશન મળતી હોય તો પછી ગણેશ ભક્તોને કેમ ના મળે કહીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ કે ગણેશ ઉત્સવ નવરાત્રિનું જન્માષ્ટમીમાં ડીજે ની પરમિશન મળે તે માટે વલસાડ તાલુકાના ગણેશ ભક્તો સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુભાઈ મરચાં અને વલસાડ તાલુકાના ગણેશ ભક્તો સાથે એક મિટિંગ કરીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે

 આવેદનપત્રમાં જણાવ્યા મુજબ  ભાજપના રેલ રાજ્યમંત્રી દર્શના જરદોસ્તની જન આશિર્વાદ રેલી મોટા ઉપાડે નિકળી હતી. રેલીમાં ડીજેના તાલે ભાજપી કાર્યકર્તાઓ મન મુકીને જોડાયા હતા. બીજી તરફ વલસાડમાં જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ મા , નવરાત્રીની પરવાનગી અપાઇ નથી. દશામા કે ગણેશમહોત્સવમાં વિસર્જનનો પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેને વલસાડના લોકોએ માન આપ્યું છે. તેમજ ડીજે પર પણ છેલ્લા કેટલાક સમયથી પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે આવા રાજકિય કાર્યક્રમોમાં તમામ છૂટ આપતાં લોકોમાં નારાજગી જોવા મળી છે  જેને લઇને હાલમાં આવી રહેલા તહેવારો ગણેશોત્સવ જન્માષ્ટમી અને નવરાત્રિમાં લોકોને ડીજે ની પરમિશન મળે અને લોકો પોતાના તહેવાર ધામધૂમથી ઉજવણી કરે છે માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે રાજકારણીઓને ડીજે ની પરમિશન આપવામાં આવતી હોય તો પછી ભક્તો જનોને કેમ આપવામા ન આવે તેવી રજૂઆત થઈ હતી

(11:16 am IST)