Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

અમદાવાદની શાન ગણાતા સીજી રોડ પર 19 સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ પોલ લગાવાયા

વાઈફાઈ,વાહન અને મોબાઈલ ચાર્જિંગ સાથે ફ્રી વાઈફાઈની સુવિધા પણ મળશે.

અમદાવાદ : શહેરની શાન ગણાતા એવા સીજી રોડ પર એએમસી દ્વારા 19 સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ પોલ લગાવવામાં આવી રહ્યા છે. આ સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ પોલ પર વાઈફાઈ,વાહન અને મોબાઈલ ચાર્જિંગની સુવિધા આપવામાં આવશે. આ સાથે ફ્રી વાઈફાઈની સુવિધા પણ મળશે.

સીજી રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સીજી રોડને હાઈટેક બનાવી રહ્યું છે. જેના માટે સરકારે ચીનની એક કંપની પાસેથી બે કરોડના ખર્ચે 19 સ્માર્ટ વીજપોલ મંગાવવામાં આવ્યા છે. જેમાંથી 7 મોટા સ્ટ્રીટ લાઈટ પોલ સ્ટેડિયમથી પરિમલ ગાર્ડન સુધીમાં લગાવાયા છે અને વાહન ચાર્જિંગ કરવા માટેની સુવિધાના 12 નાના પોલ ફૂટપાથ પર લગાવવામં આવ્યા છે. તમામ સ્માર્ટ પોલમાંથી 7 પોલ 10 મીટર ઊંચા, જ્યારે 12 પોલ 4 મીટર ઊંચા છે.

આ અગાઉ પણ કોર્પોરેશન દ્વારા સીજી રોડ પર વાઈફાઈ સુવિધા ઉપબ્લધ કરાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા, પરંતુ કેટલીક અડચણોને પગલે આ પ્રોજેક્ટ અટકી પડ્યો હતો. ત્યાર બાદ ચીનની એક કંપની એક જ સ્ટ્રીટ પોલમાં 3 પ્રકારની સુવિધા ઉપબ્લ્ધ કરાવતાં કોર્પોરેશન દ્વારા 2 કરોડના ખર્ચે 19 પોલનો ઓર્ડર અપાયો હતો. જોકે આ પોલની વાઈફાઈ સહિતની તમામ જાણકારી ચીન કંપની પાસે પહેલા જતી હતી. એ બાદ ચીનની કંપની સાથે કરાર રદ કરી હવે ભારતીય સોફ્ટવેરના ઉપયોગ કરવાની કવાયત ચાલી રહી છે. બે કરોડના સ્ટ્રીટ પોલમાં મોટા પોલની કિંમત આશરે 12.60 લાખ છે, જ્યારે નાના પોલની કિંમત આશરે 8.10 લાખ રૂપિયાની આસપાસની છે.

(6:46 pm IST)