Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સુરત:અમરોલી-ઉત્રાણ હળપતી વાસમાં બહાર સુતેલા યુવાન પર શ્વાને હુમલો કરતા ઉશ્કેરાયેલ શખ્સે કુહાડીથી હુમલો કરતા અરેરાટી

સુરત: અમરોલી-ઉત્રાણ હળપતી વાસમાં ઘરની બહાર સુતેલા યુવાન પરથી કૂતરો પસાર થતા ગળાના ભાગે નખ વાગ્યાની અદાવતમાં યુવાને કૂતરા પર કુહાડી વડે હુમલો કરી પાછળના જમણા પગમાં ઇજા પહોંચાડતા મામલો અમરોલી પોલીસમાં પહોંચ્યો છે.

આ બાબતને ધ્યાનમાં લઇ સંજયે બીજા દિવસે સવારે કૂતરો મહોલ્લોમાં રોડ સાઇડ પર બેઠો હતો ત્યાં ઘસી જઇ કુહાડી મારતા કૂતરાના પાછળના જમણા પગમાં કુહાડીનો ઘા મારી દીધો હતો. જેથી મહોલ્લામાં રહેતા લોકોએ કૂતરાને કેમ માર્યુ એમ પુછતા સંજયે લોકો સાથે ગાળાગાળી કરી આ કૂતરો મને કરડયો હતો એટલે હું એને મારી નાંખીશ એમ કહ્યું હતું. આ અંગેની જાણ હળપતી વાસના રહેવાસીઓએ જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટીના સભ્યોને જાણ કરતા તેમણે પશુઓની સારવાર કરતી કરૂણા અભિયાન સંસ્થાને જાણ કરી હતી અને કૂતરાની સારવાર કરાવવામાં આવી હતી. આ અંગે ગત રાત્રે પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટીના સભ્યોએ અમરોલી પોલીસમાં સંજય રાઠોડ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.  

(5:47 pm IST)