Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સુરતમાં ભારે વરસાદને કારણે મુસાફરો ભરેલી બસ પાણીમાં ફસાઇઃ સ્થાનિક લોકોએ બસને ટ્રેક્ટર સાથે બાંધીને કિનારે ખેંચી

રાત્રે આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના પગલે સાણિયા-હેમાદ ગામ બેટમાં ફેરવાઇ ચુક્યા છે

સુરતઃ સુરતમાં ગતરત્રિ દરમિયાન આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. ત્યારે સણીયા હેમાદ ગામના રસ્તા પરથી બસાર થઇ રહેલી એક બસ બંધ પડી ગઇ હતી. જેથી બસમાં રહેલા 50 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સાથે જ પાણીનું સ્તર પણ વધી રહ્યું હતું. મુસાફરો દ્વારા બુમાબુમ કરાતા સ્થાનિક લોકોએ બસને ટ્રેક્ટર સાથે બાંધીને કિનારે ખેંચી હતી.

રાત્રે આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના પગલે સાણિયા-હેમાદ ગામ બેટમાં ફેરવાઇ ચુક્યા છે. રસ્તા પર પાંચથી છ ફુટ જેટલા પાણી ભરાઇ ચુક્યા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યું હતું. આ દરમિયાન સણીયા હેમાદ ગામના રસ્તા પરથી બસાર થઇ રહેલી એક બસ બંધ પડી ગઇ હતી. જેથી બસમાં રહેલા 50 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સાથે જ પાણીનું સ્તર પણ વધી રહ્યું હતું. ટ્રાવેલ્સ ફસાઈ જતા લોકોએ બૂમાબૂમ કરી મુકી હતી. ટ્રાવેલ્સના ડ્રાઈવરે આસપાસના લોકોને મદદ માટે બોલાવવાનું શરૂ કરી દીધું હતું. અંદાજે 5 ફૂટથી વધુ પાણીમાં બસ ફરાઈ જતા મુસાફરોને બહાર કાઢવા પણ મુશ્કેલ થઈ ગયાં હતાં. ટ્રાવેલ્સમાં મહિલાઓને અને નાના બાળકો પણ હતાં. ડ્રાઇવરે સતત બસ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એન્જિનમાં પાણી જતું રહ્યું હોવાથી બસ શરૂ થઈ નહોતી. આખરે સ્થાનિક લોકોને જોતા સમજાયું કે, બસ પાણીની વચ્ચે વચ્ચે ફસાઈ ગઈ છે. ગામ લોકો એકત્રિત થઈને ટ્રાવેલ્સ પાસે પહોંચ્યા. ત્યારે જાણવા મળ્યું કે બસમાં મોટી સંખ્યામાં મુસાફરો છે અને ટ્રાવેલ્સ બંધ થઈ ગઈ છે.

સાણીયા ગામમાં બસ ફસાઇ તે વિસ્તારમાં આજ સુધી ક્યારે પણ પાણી ભરાતું નહોતું. પાંચ ફુટથી વધારે પાણી ભરાયું હતું. ખાડી પાસે ગેટ મુકવાના બદલે માત્ર પાઇપ લાઇન મુકવામાં આવી છે. જો ફ્લડ ગેટ મુકવામાં આવે તો આ પ્રકારની સ્થિતિ ક્યારે પણ સર્જાય નહી જો કે સત્તાધિશોએ તાપીના શુદ્ધિકરણના નામે ખોટા નિર્ણય કરીને આ વિસ્તારોની મુશ્કેલીઓ વધારી છે. વાલક ખાડીની સ્થિતિ ખુબ જ ખરાબ થઇ રહી છે. સત્તાધિશોના અનઘડ નિર્ણયોના કારણે આ પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે.

(5:15 pm IST)