Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

રાધનપુર ખાતે રઘુવંશી એકતા સંમેલન

 ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય પક્ષો દ્વારા લોહાણા સમાજ સાથે થઇ રહેલા અન્‍યાયને લઇને લોહાણા સમાજના યુવાનોએ અને વડીલોએ સાથે મળી રઘુવંશી ક્રાંતિ મંચની સ્‍થાપના કરી હતી.
દરમિયાન તા. રર મેના રોજ ઉત્તર ગુજરાના રાધનપુર ખાતે એક એકતા સંમેલનની જાહેરાત રઘુવંશી ક્રાંતિ મંચ  તરફથી કરવામાં આવી છે. તેમ પાટણથી જયંતીભાઇ ઠકકર જણાવે છે.
અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ ધનવાન કોટકે એકતા સંમેલનને પોતાની શુભેચ્‍છા પાઠવી છે.
અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજના પ્રમુખ ભરત માવાણી પોતાની ટીમ સાથે રાધનપુર ઉપસ્‍થિત રહેશે.  જાણીતા  શિક્ષણવિંદ હિમાંશુ ઠકકર કચ્‍છ વાગડ લોહાણા સમાજના યુવાનો અને વડિલો સાથે ઉપસ્‍થિત રહેશે.
પાટણથી લાલેશ ઠકકર દ્વારા રાધનપુર જવા માંગતા લોહાણા સમાજના લોકો માટે નિઃશુલ્‍ક બસની વ્‍યવસ્‍થા કરેલ છ.ે
હિતેશ રાણા તરફથી અમદાવાદથી બસની વ્‍યવસ્‍થા કરી સમાજના લોકોને રાધનપુર લઇ જવાની વ્‍યવસ્‍થા કરેલ છે.
જાણીતા સાહિત્‍યકાર પારસ પાંધી સહીત લોહાણા સમાજના અગ્રણી આગેવાનોએ પોતાના વિડીયો સંદેશ પાઠવી આ સંમેલનને સફળ બનાવવા અપીલ કરી છે.
સમાજ વધુ સંગઠીત થાય તેવું સમાજનો પ્રત્‍યેક વ્‍યકિત આજની તારીખે ઇચ્‍છી રહ્યો છે. તેમાં પણ જયારે કોઇ પણ જાતના સ્‍વાર્થ વગર રઘુવંશી ક્રાંતિ મંચની ટીમ છેલ્લા ઘણા મહિનાથી મહેનત કરી હતી. છ.ે
રઘુવંશી ક્રાંતિ મંચની ટીમમાં ઉત્તર ગુજરાતના લોહાણા અગ્રણી અને રાજકીય અગ્રણી ફરસુભાઇ ગોકલાણી, અશ્વિનભાઇ વિઠ્ઠલાણી, પ્રમુખ ડો. ધર્મેશભાઇ ઠકકર, યોગેશભાઇ તન્ના, પરાગ ઠકકર, હિરેન મશરૂ, કીર્તન ઠકકર અને સૌરભ ઠકકર છેલ્લા કેટલાય દિવસથી કમરકસી રહ્યા છે.

 

(3:25 pm IST)