Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ગણપત યુનિવર્સિટીમાં ''વિદ્યા સમાજોત્કર્ષ દિવસ''ની ઉજવણી : ૧૭૩ એવોર્ડ એનાયત

(કેતન ખત્રી) અમદાવાદ, તા. ૧૮ :  ગણપત યુનિવર્સિટી દાતા-અધિષ્ઠાતા અને પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઇ પટેલના ૧ર મી જાન્યુઆરીના જન્મદિવસે દર વર્ષે ગણપત યુનિવર્સિટી ''વિદ્યા સમાજોત્કર્ષ'' દિવસ તરીકે ઉજવે છે. એ પરંપરા આ વર્ષે પણ જાળવવામાં આવી હતી.

આ ઉજવણીને બેભાગમાં વહેંચવામાં આવી હતી પહેલા ભાગમાં ગણપત યુનિવર્સિટીના વિશાળ ઓડિટોરીયમમાં મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહેશે. યુનિ.ના પ્રો. ચાન્સેલર અને ડાયરેકટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્મા, પ્રો. વાઇસ ચાન્સલર અને એકઝી. રજીસ્ટ્રાર ડો. અમિત પટેલ, એકયુ. પ્રો. ડો. શ્રી રોહિત પુરોહિત અન્ય ડીન્સ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ આચાર્યશ્રીઓ અને અધ્યાપકોની નિશ્રામાં યુનિ. દ્વારા સ્ટાફ તેમજ સ્ટુડન્સ માટેના પે્રસિડેન્ટ એવોર્ડઝ તેમજ ડીજી એવોર્ડઝનું વિતરણ થયું હતું.

આ સમારોહમાં અલબત, ગણપત યુનિવર્સિટીના પ્રેટ્રન-ઇન ચીફ અને પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઇ પટેલ, ટ્રસ્ટીશ્રી બેચરભાઇ પટેલ, યુનિ.ના ગર્વ. બોર્ડ મેમ્બર, પ્રકાશભાઇ જાની, ગોવિંદભાઇ પટેલ તેમજ રમેશભાઇ પટેલ સહિત અનેક મહાનુભાવો ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાફ એકસલન્સ માટેના પ્રેસિડેન્ટ એવોર્ડઝ કુલ સાત કેટેગરીમાં આપવામાં આવે છે જેમાં (૧) લર્નિંગ એન્ડ ટીચિંગ (ર) રિસર્ચ (૩) રિસર્ચ અર્તિ કેરિઅર રિસચેર (૪) સ્પોર્ટ સર્વિસ એન્ડ એગેન્જમેન્ટ (પ) ઇન્સ્ટીટયુટશનલ કેપેસીટી બિલ્ડીંગ, (૬) સ્પેશિયલ રેકગ્નિશન અને (૭) મેનેજર ઓફ ધી ઇયરનો સમાવેશ થાય છે. કુલ ૯૦ વ્યકિતઓને એમના કાર્યની શ્રેષ્ઠતા માટે પ્રેસિડેન્ટ એવોર્ડઝ અપાયા.

એ જ રીતે વિદ્યાર્થીઓ માટે ડાયરેકટર જનરલ એવોર્ડઝ ફોર સ્ટુડન્ટ એચિવમેન્ટ નુંપણ આ સમારંભમાં વિતરણ થયું છે. આ કેટેગરીમાં ૮૩ જેટલાં વિદ્યાર્થીઓને એવોર્ડઝ એનાયત થયા હતા.

બંને એવોર્ડઝ મળીને કુલ ૧૭૩ વ્યકિતઓને એમની કાર્યકુશળતા અને શ્રેષ્ઠતા માટે સન્માનિત કરાયા.

આ એવોર્ડઝ વિતરણ સમારંભમાં પ્રારંભે યુનિ.ના પ્રો. ચાન્સેલર અને ડી.જી. પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ સ્વાગત પ્રવચન કર્યુ હતું તો ગુજરાત રાજયના પૂર્વ  એડવોકેટ જનરલ અને યુનિ.ના બોર્ડ - મેમ્બર મા. શ્રી પ્રકાશ જાનીએ શ્રી ગણપતભાઇ પટેલની આ જન્મ-તારીખને અનુલક્ષીને 'શતમ્ જિવમ્...' ની શુભ કામનાઓ પાઠવી હતી.

પૂ. ગણપતદાદાએ પણ પોતાના જન્મ દિવસની ઉજવણી નિમિતે પોતાનો હૃદયભાવ વ્યકત કરતા જણાવેલ કે આજે સ્વામી વિવેકાનંદજીનો પણ જન્મ દિવસ છે અને આપણે તેને 'નેશનલ યુથ-ડે' તરીકે ઉજવીએ છીએ. એમણે યુનિ.ના ધ્યેયનો 'વિદ્યા સમાજોત્કર્ષ' નો ઉલ્લેખ કરી કહ્યું હતું આપણે આ હેતુને જ વરેલા છીએ.

એમણે ગણપત યુનિવર્સિટીને આગામી સમયમાં થ્રી-ડી પ્રિન્ટીંગ, એનર્જી ઇનોવેશન અને એડવાન્સ ટેકનોલોજીના ક્ષેત્રે વિશેષ અભ્યાસ-સંશોધનથી આગળ લઇ જવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો તો યુનિ. કેમ્પસમાં વિવિધ વૃક્ષો, ઔષધીઓથી સમૃધ્ધ એવું 'માઇક્રો ફોરેસ્ટ' વિકસાવવાની એમની મહેચ્છા પણ જાહેર કરી હતી.  પદ્મશ્રી ગણપતભાઇ પટેલના જન્મ-દિવસને 'વિદ્યા સમોજોત્કર્મઃ દિવસ' તરીકે ઉજવવાના ભાગ રૂપે યોજાયેલા બીજા એક કાર્યક્રમમાં એક ઓનલાઇન વ્યાખ્યાન માળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઇઆઇટી-ચેન્નઇના પ્રમુખ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રો. વી. કામાકોટી, ઇન્ડિયન ઇન્સ્ટિ. ઓફ સાયન્સ, બેંગ્લોરના એરોસ્પેસ એન્જિનીયરીંગ ડીપા.ના પ્રો. જગદીશ ગોપાલન તેમજ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામીશ્રી નિખિલેશ્વર આનંદે એમના જ્ઞાન દ્વારા સૌ શ્રોતાઓને પરિપ્લાવિત કર્યા હતાં.

(3:03 pm IST)
  • રાજકોટની કોટેચા હાઈસ્કુલના પ્રિન્સીપાલ સહિત ૩ કર્મચારીઓ કોરોના સંક્રમિત : તમામ આઈસોલેટેડ : ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કુલ શરૂ થતાં જ કોરોનાનો ફફડાટ : શહેર - જીલ્લામાં મળી હાઈસ્કુલોમાં કુલ ૬ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં access_time 6:25 pm IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસ 2 લાખથી ઓછા : સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9972 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,82,647 થઇ :એક્ટિવ કેસ 1,97,818 થયા: વધુ 17,116 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,27,852 થયા :વધુ 137 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,593 થયા access_time 1:08 am IST

  • પ્રાઇવેટ ડોક્ટર પાસે આંખ ચેક કરાવો : સરકારી હોસ્પિટલના રિપોર્ટ ખોટા જોવા મળ્યા છે : કેન્દ્રીય મિનિસ્ટર ગડકરીનો રાજનાથસિંઘ સાથેનો સંવાદ : મુંબઈમાં કારમાં મુસાફરી વખતે પોતાના ડ્રાયવરને મોતિયો હોવા છતાં આંખ બરાબર હોવાનું સર્ટિફિકેટ લાવ્યો હતો : એક મુખ્યમંત્રીનો ડ્રાયવર બંને આંખે આંધળો હતો : એક કેન્દ્રીય મિનિસ્ટરના ડ્રાયવરની એક આંખ ખરાબ હતી access_time 11:42 am IST