News of Friday, 19th January 2018

દેશી બનાવટની પિસ્તોલની સાથે એક શખ્સની ધરપકડ

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચને સફળતા મળીઃ પાકી બાતમી મળ્યા બાદ જાળ બિછાવવામાં આવ્યા પછી સુભાષ બ્રિજ નજીક પિસ્તોલ સાથે આવેલો શખ્સ ઝડપાયો

અમદાવાદ,તા. ૧૯, ગેરકાયદેસર દેશી બનાવટી પિસ્તોલ સાથે એક ઇસમની એસઓજી ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા શખ્સની પુછપરછનો દોર શરૃ કરી દેવામાં આવ્યો છે. પુછપરછના આધારે કેટલીક નવી વિગતો સપાટી પર આવે તેવી શક્યતા છે. મળેલી માહિતી મુજબ જુદા જુદા ગુનાઓને શોધી કાઢવા માટે એસઓજી ક્રાઈમ બ્રાંચ ટુકડી હંમેશા સક્રિય રહે છે. બાતમી મળ્યા બાદ એસઓજી ક્રાઈમ બ્રાંચની ટુકડી ગોઠવાઈ ગયી હતી. દરમિયાન અમદાવાદ શહેર આરટીઓ સર્કલથી શાહીબાગ તરફ જતાં સુભાષબ્રિજના છેડે બાજનજર ગોઠવવામાં આવી હતી. આ ગાળા દરમિયાન ૨૪ વર્ષીય મોહમ્મદ અબ્દુલ ફૈઝલની અટકાયત કરવામાં આવી હતી. આ શખ્સ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું છે. અંગઝડતી કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. આ ઉપરાંત ૫૦૦૦ રૃપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પુછપરછ દરમિયાન આ શખ્સે માહિતી આપતા કહ્યું હતું કે, બાડમેરાના શિવાણા તાલુકાના શિવાના ગામના પોતાના મિત્ર ઇન્સાફ ખાન પાસેથી પિસ્તોલ લીધી હતી અને અમદાવાદમાં વેચવા માટે આવ્યો હતો. તેની સામે હથિયાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હાલમાં જુદા જુદા પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે ક્રાઈમ બ્રાંચની ટુકડી વધારે સક્રિય થઇ ગઇ છે. હથિયારના ગુનાઓને શોધી કાઢવા માટે સતત સક્રિય રહેતી ક્રાઈમ બ્રાંચની ટીમ એક પછી એક સફળતા હાલના સમયમાં મેળવી ચુકી છે. આ મામલામાં એસઓજીની ટીમ ઝડપાયેલા મોહમ્મદ અબ્દુલ ફૈઝલ અંગે વધુ માહિતી મેળવી રહી છે.

(10:01 pm IST)
  • સુરતઃ કતારગામની સર્વોદય સ્કૂલની માન્યતા રદ કરવા તજવીજ: સંચાલકોના ત્રાસથી વિદ્યાર્થીના ફિનાઈલ પીવાનો મામલો : કતારગામની સર્વોદય સ્કૂલની માન્યતા રદ કરવા તજવીજ : ડીઈઓએ શાળામાં તપાસ કરી : આચાર્ય, વિદ્યાર્થી અને પિતાના નિવેદન લીધા : ટ્રસ્ટીએ જ વિદ્યાર્થીને એલસીની ધમકી આપીને ચાલુ ક્લાસે ઘરે મોકલી દીધો હતો access_time 1:59 pm IST

  • કોલંબિયામાં ૪૪૬ ફુટ લાંબો બ્રિજ તુટતા ૧૦ શ્રમિકોના મોતઃ ૪ શ્રમિકો ઘાયલ, ર લાપતા access_time 3:11 pm IST

  • લાલુપ્રસાદ યાદવને જેલ સજા ફરમાવનાર CBI જજશ્રી શિવપાલસિંહે રિવોલ્વર માટેનું લાયસન્સ માંગ્યુ : આ અગાઉ તેમના પુત્ર તથા પુત્રીઍ પણ સ્વરક્ષણ માટે રિવોલ્વરનું લાયસન્સ માંગેલું છે. access_time 7:50 pm IST