Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંગત મદદનીશ શૈલેષ માંડલીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અંગત મદદનીશ શ્રી શૈલેષ માંડલીયાનો આજે જન્મદિવસ છે.  મૂળ રાજકોટના વતની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક, રાજકોટ મહાનગરના ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી, રાજકોટ ભાજપના પૂર્વ મીડીયા કન્વીનર તરીકે કામગીરી બાદ ૧૯૯૯માં સંકલ્પપત્ર અમલીકરણ સમીતી (રાજ્યકક્ષા)ના અધ્યક્ષ શ્રી વિજયભાઇ રૂપાણી નીમાયા ત્યારે તેઓ સાથે ૧૯૯૯થી ૨૦૦૩ સુધી કાર્યરત રહ્યા, ત્યારબાદ હાલના કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમીતભાઇ શાહ સાથે ૨૦૦૩થી ૨૦૦૯ ત્યારબાદ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મંત્રી શ્રી જયંતીભાઇ કવાડીયા સાથે અને ત્યારબાદ શ્રી નરેન્દ્રભાઇ મોદી (મુખ્યમંત્રી-ગુજરાત)ના કાર્યાલયમાં કાર્યભાર સંભાળેલ.

શ્રી વિજયભાઇ રૂપાણી જ્યારે ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ, સરકારમાં મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી તરીકે જોડાયા ત્યારે તેમના અંગત મદદનીશ તરીકે રહ્યા હતા અને હાલમાં ગાંધીનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અંગત મદદનીશ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેંક લીમીટેડ ગાંધીનગર બ્રાન્ચના શાખા વિકાસ સમિતીના સભ્ય તરીકે પણ કાર્યરત છે. તેઓને મો.૯૯૭૮૪ ૦૭૧૮૮, મો. ૯૮૨૪૦ ૭૨૦૨૨ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:42 pm IST)