Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

યુવાશક્તિ ઉદ્યોગ સાહસિકતા-સૂઝ અને ધગશથી આત્મનિર્ભર ભારત-મેઇક ઇન ઇન્ડીયાના સંકલ્પ સાકાર કરશે : મુખ્યમંત્રી

અબજ કયૂ થ્રી ટેક પાર્કનો ઇ-શિલાન્યાસ કરતા વિજયભાઇ રૂપાણી

અમદાવાદ :   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતના યુવાઓની રગેરગમાં ઉદ્યોગ સાહસિકતા, સૂઝ અને ધગશ પડેલા છે તેના સહારે વૈશ્વિક પડકારો ઝિલવાની ક્ષમતા સાથે યુવાશકિત આત્મનિર્ભર ભારત, મેઇક ઇન ઇન્ડીયા અને નયા ભારતના સંકલ્પો સાકાર કરશે.
 આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાત એફ.ડી.આઇ, પ્રોડકશન અને મેન્યૂફેકચરીંગ ક્ષેત્રમાં દેશનું મોડલ બન્યું છે. હવે આ યુવાશકિતના આધુનિક વિઝન અને નવા કોન્સેપ્ટના પરિણામે ઉદ્યોગ જગતને ૩૬૦ ડિગ્રી ચેન્જની નવી ઉડાન મળી છે.
 મુખ્યમંત્રીએ રપ લાખ જેટલા ટેલિવિઝનનું ઉત્પાદન કરનારા અબજ કયૂ થ્રી ટેક પાર્કનો ઇ-શિલાન્યાસ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યો હતો.
 આ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના શ્રી પ્રકાશ વરમૌરા તેમજ આ પાર્કના સહયોગીઓ નિરવભાઇ, જુબીનભાઇ વગેરે પણ જોડાયા હતા.
  મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકોની યુવા પેઢી પોતાના આધુનિક અદ્યતન જ્ઞાન-કૌશલ્ય સાથે જુની પેઢીના સહયોગ-માર્ગદર્શનમાં કાર્યરત રહીને રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપી રહી છે તે માટે આ યુવા સાહસિકોને બિરદાવ્યા હતા. 
  તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ નયા ભારતની કલ્પના આત્મનિર્ભરતાના માર્ગે યુવાઓને વાળીને આપેલી છે. યુવાઓને સ્ટાર્ટઅપ, MSME જેવા બહુધા ક્ષેત્રોમાં પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે અનેક પગલાંઓ લીધા છે. પહેલાં પ્રોડકશન પછી પરમિશનનો વ્યૂહ અપનાવ્યો છે.  એટલું જ નહિ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં પણ સરળતા માટે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં થ્રસ્ટ એરિયાઝને પ્રાધાન્ય આપેલું છે.  તેમણે કહ્યું કે, યુવાશકિતની ઉદ્યોગ સાહસિકતાએ ભારતની ગરીબ, અશિક્ષિત દેશની છાપ વિશ્વમાંથી દૂર કરી છે. ડાલ ડાલ પર સોનેકી ચીડીયાની સિદ્ધિ ભારતે ફરી મેળવવાની દિશા પકડી છે
  ભારત માતા જગદગુરૂ બને, ભારત માતા કી જયનો જે નારો છે તે ભ્રષ્ટાચારમુકિતથી, દેશને નબળો પાડનારી તાકાતોને નશ્યત કરીને, આતંકવાદને ચેલેન્જ કરીને પરાસ્ત કરીને આપણે સાકાર કરવા છે.
 મુખ્યમંત્રીએ આદ્યશક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રિએ થયેલો આ અબજ પાર્કનો શિલાન્યાસ ભારત માતાને જગતજનની બનાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
 એફ.આઇ.એ.ના પ્રકાશભાઇએ સમગ્ર પાર્કની વિવિધતાઓ અને વિશેષતાઓની જાણકારી આપી હતી. 
 ભારતને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવામાં આ ટી.વી ઉત્પાદન પાર્ક મહત્વપૂર્ણ બનશે તેમ જણાવ્યું હતું.
  નિરવભાઇ પોતાને ઇજનેરી અભ્યાસ દરમ્યાન આ સાહસ કરવાની પ્રેરણા મળી હતી જે આજે રાજ્ય સરકારના સહયોગથી પાર્કના સ્વરૂપમાં સાકાર થવાનું ચરણ આરંભાયું છે તેમ જણાવ્યું હતું.  ઝૂબીનભાઇએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.  

(8:15 pm IST)
  • દેશમાં કોરોનાં કેસનો આંકડો 75 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 66 લાખથી વધુ :સાંજે 7 વાગ્યા સુધીમાં દેશના માત્ર કેટલાક રાજ્યોના કોરોનાં કેસના આંકડા જ ઉપલબ્ધ access_time 7:31 pm IST

  • દમણ પ્રશાસને ગરબાની આપી મંજૂરી: ગરબા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર: મંજુરી બાદ દમણ માં થઈ શકશો ગરબા access_time 6:14 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 61,714 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 74,92,548 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,83,131 થયા : વધુ 72,339 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 65,94,155 રિકવર થયા : વધુ 1031 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,14,064 થયો access_time 12:44 am IST