Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કલ્યાણ પુષ્ટિ હવેલી, વસ્ત્રાપુર ખાતે કૃષ્ણ જન્મોત્સવ - જન્માષ્ટમીની દિવ્ય ઉજવણી થશે

પંચામૃત સ્નાન દર્શન,તિલક આરતી - શ્રુંગાર દર્શન,રાજભોગ દર્શન,શ્રી કૃષ્ણ જન્મોત્સવ દર્શન રાત્રે 12.00 કલાકે પંચામૃત સ્નાન.. ઝાલર ઘંટનાદ,શંખનાદ, શરણાઈ સહ આનંદ ઉજવાશે

અમદાવાદ :  ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની
આજ્ઞાથી કૃષ્ણ જન્મોત્સવ - જન્માષ્ટમીની ઉજવણી શ્રાવણ વદ -8 ને તારીખ 19.8. 2022 ,શુક્રવારના રોજ કલ્યાણ પુષ્ટિ હવેલી, વસ્ત્રાપુર ખાતે રાખવામાં આવેલ છે.
   જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત પંચામૃત સ્નાન  દર્શન : સવારે 6.30 થી 7.15 કલાકે
તિલક આરતી - શ્રુંગાર દર્શન સવારે 11.00 કલાકે રાજભોગ દર્શન : બપોરે 12.30  થી 1.30 કલાકે  ઉત્થાપન દર્શન : સાંજે 7 થી 7.30 કલાકે ,ભોગ સંધ્યા દર્શન : રાત્રે 8 થી 8.30 કલાકે
,શયન દર્શન : રાત્રે 9 થી 9.30 કલાકે,જાગરણ દર્શન : રાત્રે 10.15 થી 11.15 કલાકે,શ્રી  કૃષ્ણ જન્મોત્સવ દર્શન : રાત્રે 12.00 કલાકે પંચામૃત  સ્નાન.. ઝાલર  ઘંટનાદ,શંખનાદ, શરણાઈ  સહ  આનંદ ઉજવાશે

 

(6:46 pm IST)