Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

અમદાવાદની કે.ડી.હોસ્પિટલ દ્વારા ફેફસાને લગતા રોગ અને ફેફસા ટ્રાન્સ પ્લાન્ટ કિલનિકનો શુભારંભ

(કેતનખત્રી) અમદાવાદઃ વિશ્વભરમાં શ્વાસના રોગો સામાન્ય છે આ રોગો વારંવાર થાય છે પણ બિનસંક્રમણક્ષમ છે, કમનસીબે  આ રોગો પર અન્ય રોગ જેવા કે હૃદય, કેન્સર વગેરેના પ્રમાણમાં ઓછું ધ્યાન અપાય છે. પરંતુ ભારતમાં શ્વાસના રોગોનું પ્રમાણ વધતા હવે મહત્વપૂર્ણ પગલાં લેવા જરૂરી બન્યા છે. કેમકે પલ્મોન રીમેડીસીનના ક્ષેત્રે ઉત્કૃષ્તા કેન્દ્રની તાતી જરૂરિયાત છે અમદાવાદની કુસુમ ધીરજલાલ (કેડી) હોસ્પિટલમાં ફેફસાના અંતિમ તબક્કાના રોગની સારવારમાં ટેસ્ટેટ–ઓફ–ધ આર્ટટ્રીટમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવાની છે.
કેડી હોસ્પિટલના વરિષ્ટ કન્સલ્ટન્ટ ઇન્ટરવેનશનલ પલ્મોનોલોજીસ્ટ તથા ફેફસા ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત મુકેશ પટેલ કહે છે અંતિમ તબક્કામાં ફેફસાના રોગો માટે ફેફસા ટ્રાન્સ પ્લાન્ટ એક ચોક્કસ સારવાર વિકલ્પ છે. દર્દીઓને લાંબુ અને સ્વસ્થજીવન જીવવા માટે આધુનિક ટ્રાન્સ પ્લાન્ટ કેન્દ્રસ્થાપિત કરવાનું મહત્વપૂર્ણ છે.
ભારતમાં શ્વાસના રોગોનું પ્રમાણ વધતું જાય છે તેના માટે આપણે બધાએ ભેગા મળીને પ્રયાસ કરવા પડશે. ડો.હરજીતડુમરા કેડી હોસ્પિટલના વરિષ્ઠ કન્સલ્ટન્ટ પલ્મોનો લોજિસ્ટ અને ક્રિટિકલ કેરના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં અંતિમ તબક્કાના શ્વાસના રોગો દર્દીઓ માટે બહુ મુશ્કેલ છે પરિવારના સભ્યો અને તબીબો માટે ઘણા દર્દીઓ પથારી વસ થઇ જાય છે. ઓકિસજન લેવુે પઁડે છે અને જીવન સાથે સમાધાન કરીને જીવવું પડતું હોય છે. આવી સ્થિતિમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ જ ચોક્કસ પુરવાર થયેલ થેરાપી છે.
ડો. સંદીપ અટ્ટાવાર ચેર અને ડાયરેકટર થોરાસિક ઓર્ગન ટ્રાન્સ પ્લાન્ટ અને આસીસ્ટન્ટ ડિવાઇસ, કેઆઇએમએસ ઇન્સ્ટિયૂટ ફોર હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાટેશન
કેડીહોસ્પિટલના નામે મેનેજીંગ ડાયરેકટર ડો. અદિત દેસાઇના જણાવ્યા મુજબ અંતિમ તબક્કાના ફેફસાના રોગના કિલનિકમાં લાંબા સમયથી ફેફસાના રોગથી પીડાતા દર્દીઓને સૌથી અદ્યતન, વ્યાપક  સારવાર અને આવા રોગો માટે પોસાય તેવા ભાવે નિષ્ણાતો દ્વારા સારવાર અપાશે. કેડી હોસ્પિટલન અને કેઆઇએમએસ હોસ્પિટલ, હૈદરાબાદ ગુજરાતનું સૌથી આધુનિક ફેફસા ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ સ્થાપિત કરવા સાથે જોડાણ કર્યુ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

 

(3:47 pm IST)