Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બાવળા ખાતે દૌડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

સાણંદના દોડવીરો પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાન પર આવી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત દ્વારા આઝાદીના 75માં વર્ષ પર 15મી ઓગષ્ટથી યુવા સંકલ્પ યાત્રાની શરુઆત કરવામાં આવી છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ન્યુ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત  નિર્માણના સંકલ્પને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સાણંદ-બાવળા વિધાનસભાની “યુવા સંકલ્પ યાત્રા”નિમિત્તે બાવળા ખાતે “દોડ”નું આયોજન ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સાણંદ શહેરના ત્રણ દોડવીરો શ્રીનિવાસ નરેન્દ્રભાઈ ગોલ્ડ મેડલ, વાઘેલા વિશ્વરાજસિંહ સિલ્વર મેડલ, અને રાઠોડ જયપાલસિંહ બ્રોન્ઝ મેડલ મેળવી સાણંદનું ગૌરવ વધાર્યું છે

 આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ(કાભાઇ),બાવળા ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ રણધીરસિંહ પઢેરિયા, જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ વાઘેલા, જિલ્લા ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ,જિલ્લા યુવા મોરચા મંત્રી અજીતસિંહ પરમાર અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તા સહીત દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

 

(7:48 pm IST)