Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

નરહરિ અમીનને મળતા કલાકાર સતિષ પટેલઃ પેન્સિલ ટપકાથી અદ્ભૂત તસ્વીરોનું સર્જન

રાજકોટ : શ્રી સતિષ પાટિલ, પેન્સીલ વર્કથી ટપકા દ્વારા ફોટો બનાવવાના પ્રસિધ્ધ આર્ટિસ્ટ છે. તેઓએ નરહરિ અમીન (સંસદસભ્ય, રાજયસભા)ની શુભેચ્છા મુલાકાત લઇને તેમના દ્વારા પ્રમુખ સ્વામી મહારાજનું વર્ષ ૨૦૦૩ માં પેન્સીલ વર્કથી ટપકા દ્વારા બનાવેલ તથા પ્રમુખ સ્વામી મહારાજના ઓટોગ્રાફ વાળું પેઇન્ટિંગ શુભેચ્છા રૂપે આપ્યુ. આ પહેલાં પણ શ્રી સતિષ પટેલે તત્કાલિન ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી અને લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું પણ પેન્સીલ વર્ક થી ૧૦ કરોડ ટપકાથી એક પેઇન્ટીંગ (સ્કેચ) બનાવેલ છે. આ ઉપરાંત સચિન તેંડુલકર તેમજ અન્ય ક્રિકેટરોના પણ પેઇન્ટીંગ બનાવેલ છે. 

(3:59 pm IST)