Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

પાલનપુર તાલુકાના પટોસણ નજીક પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારના સભ્યે અપહરણ કરતા પોલીસ ફરિયાદ

પાલનપુર:તાલુકાના પટોસણ ગામના એક યુવકને મધ્યપ્રદેશના રતલામની એક યુવતી સાથે આંખ મળી જતા બન્નેએ પ્રેમલગ્ન કરી છેલ્લા એક વર્ષથી પટોસણમાં ઘરસંસાર ચલાવી રહ્યા હતા. દરમ્યાન યુવતીના પરિવારજનો પટોસણ ગામે આવી યુવતીનું બળજબરી પૂર્વક અપહરણ કરી જતા આ મામલે યુવતીના પિતા,માતા અને બહેન વિરુદ્ધ અપહરણની ફરીયાદ દાખલ કરવામાં આવી છેપાલનપુર તાલુકાના પટોસણ ગામના શૈલેશભાઈ ભીખાભાઇ ચૌધરી નામનો યુવક અગાઉ મધ્યપ્રદેશનઆ રતલામમાં કોન્ટ્રાક્ટ ચલાવતો હતો દરમિયાન રતલામ માં જીવરારોડ પર રહેતી નોસીન નાસીરભાઈ પઠાણ નામની યુવતી સાથે આંખ મળી જતા બન્ને એ ગત તા.૦૧જુલાઈ ૨૦૨૧ ના રોજ રાજસ્થાન ના પિંડવાડામાં પ્રેમ લગ્ન કરી પટોસણ ગામે સ્થાઇ થયા હતા અને આ મહિલાને છ માસનો ગર્ભ રહેવા પામ્યો હતો. દરમિયાન ગત ગુરુવારે સવારે સાડા નવ વાગ્યાના સમયે શૈલેશભાઈ ચૌધરી ખેતરમાં હતા અને તેમની પત્ની ઘરે હતી દરમિયાન નોસીનના પિતા નાસીરખાન પઠાણ,માતા સાહિનીબી નાસીરખાન પઠાણ અને બહેન સોફિયા પઠાણ તમામ રહે.રતલામ વાળા પટોસણ ગામે આવી નોસીનનું  ગાડીમાં બળઝબરી પૂર્વક અપહરણ કરી લઈ ગયા હતા જોકે નોસીને ફોન કરી તેના પતિને બચાવવાનું કહેતા તેના પિતાએ ફોન ઝૂંટવી લઈ સ્વીચ ઓફ કરી દેતા શૈલેશ ચૌધરીએ તેની પત્નીના અપહરણ અંગે તેના સાસરીયા વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

(5:47 pm IST)