Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

નિર્ગુણ ભજન દ્વારા ઇશ્વરના નિર્ગુણ સ્‍વરૂપની આરાધના કરવામાં આવે છે

સંગીત જગતને અનેરી ભેટ ઉપશાષાીય સંગીત

પ્રિય વાચક મિત્રો અંક-૧૫ માં આપણે ‘‘ભજન'' વિષે વાત કરી ખુબ સરસ પ્રતિભાવ આપ તરફથી મળ્‍યો છે. ભજનને આવરી લેતા કેટલાક પ્રશ્‍નો પણ આપ તરફથી મળ્‍યા. ખુબ આનંદ થયો તમારો રસ અને રૂચિ અભિનંદન ને પાત્ર છે. આજે તેના જવાબ આપીશ.

 

 પ્રશ્‍નઃ નિર્ગુણ ભજન એટલે શું?

જવાબઃ નિર્ગુણ શબ્‍દનો અર્થ ગુણરહિત સ્‍વરૂપ સહિત થાય છે. નિર્ગુણ ભજન આધ્‍યાત્‍મિક ગીતનું જ રૂપ છે. આ આધ્‍યાત્‍મિક ગીતમાં ઇશ્‍વરના નિરાકાર સ્‍વરૂપના દર્શન થાય છે. નિર્ગુણ ભજન દ્વારા ઇશ્‍વરના નિર્ગુણ સ્‍વરૂપની આરાધના કરવામાં આવે છે. ઇશ્‍વર જન્‍મ લેતા નથી, મરતા નથી, તેને આદિ નથી અંત નથી, કબીરના ભજનો જેમાં જીવનની ક્ષણભંગુરતાની સમજ દર્શાવી છે. તે નિર્ગુણ ભજનો છે.. નિર્ગુણ ભકિતના ભજનમાં જ્ઞાન માર્ગનું નિરૂપણ કરવામાં આવે છે. જયારે કેટલાક નિર્ગુણ ભજનોમાં પ્રેમ માર્ગ પણ જોવા મળે છે. કબીરના નિર્ગુણ ભજનમાં ભોૈતિકતા ને સ્‍થાન નથી. તેમાં આત્‍માને પરમાત્‍માના મિલનની પ્રતિતિનું આલેખન કરવામાં આવે છે. તો આજે આવુ જ એક

કબીરનું નિર્ગુણ ભજન જાણીએ...

સંતન કે સંગ લાગરી તેરી અચ્‍છી બનેગી

હોય તેરો બડો ભાગરી તેરી અચ્‍છી બનેગી

કાગ સે તોહે હંસ કરેંગે,

મિટ જાયે ઉર કામ દાગ રી ા૧ા

મોહ નિશા મેં બહુત દિન સોયે,

જાગ શકે તો જાગરી ારા

સુત વિત નારી તીન આશાયે,

ત્‍યાગ સકે તો ત્‍યાગ રી ા૩ા

કહત કબીર સુનો ભાઇ સાધો,

જાગ સકે તો જાગ રી ા૪ા

પ્રશ્ન : ભજન અને સ્‍તવનમાં શું. ફરક છે? તેનો ઉપશાષાીય ઢાળ હોય?

જવાબ : જૈન ધર્મ માં અરિહંત પ્રભુ, સિધ્‍ધ પ્રભુ, આચાર્ય, ઉપાધ્‍યાય, સાધુ સંતો અને આત્‍માલક્ષી  જે પણ ગીતો ભજન ગવાય તેને સ્‍તવન કહે છે... જેની વધુ રસપ્રદ ચર્ચા આવતા અંકમાં કરીશું.

શાષાીય અને ઉપશાષાીય સંગીતની વધુ જાણકારી માટે મેળવો.

સંગીત આરાધના ભાગ ૧ થી ૭ અને ઠુમરી આરાધના.

ડો. મોનિકા શાહ

drmonicashah@gmail

શાષાીય અને ઉપશાષાીય

સંગીતના ગાયિકા, આરાધના સંગીત એકેડમી અમદાવાદ

 

(12:22 pm IST)