Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સુરતના ચૌટાબજારમાં લેડીઝ ગારમેન્ટ માલ ખરીદી રાતોરાત બે દુકાનદાર પેમેન્ટ ચૂકવ્યા વગર ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા

સુરત: શહેરના ચૌટાબજારના હેપ્પી ફેશન નામની દુકાનમાંથી ટુક્ડે-ટુક્ડે રૂા. 1.65 લાખની મત્તાનો લેડીઝ ગાર્મેન્ટનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચુકવી દુકાનને રાતોરાત તાળા મારી ભુગર્ભમાં ઉતરી જનાર ઉધનાના ત્રણ ઠગ વેપારી વિરૂધ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે.
ચૌટાબજાર સ્થિત ઇન્દ્રપ્રસ્થ માર્કેટમાં હેપ્પી ફેશન નામે લેડીઝ ગાર્મેન્ટનો હોલસેલમાં વેપાર કરતા પ્રવિણસિંહ ગંભીરસિંહ ખેર (ઉ.વ. 46 રહે. એ 501, રાજહંસ વિંગ્સ, પાલનપુર કેનાલ રોડ) ની દુકાને તા. 17 ઓક્ટોબરના રોજ ભેસ્તાન ગાર્ડન નજીક ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીઝમાં વેપાર કરતા કૈલાશ કારવા (રહે. 403, રવિરાજ સોસાયટી, હરીનગર-2, ઉધના) અને નિતેશ ભેંસાણીયા (રહે. એ 127, સ્વપ્ન વીલા સોસાયટી, દાદા ભગવાન મંદિરની પાછળ, કામરેજ) આવ્યા હતા, કૈલાશ અને નિતેશના ઓર્ડર મુજબ રૂા. 28,785 નો કુર્તીનો માલ પ્રવિણસિંહ ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચાડયો હતો અને વાયદા મુજબ ચાર દિવસમાં પેમેન્ટ ચુકવી દીધું હતું. ત્યાર બાદ કૈલાશ અને નિતેશના ઓર્ડર મુજબ ઉધના પ્રભુનગર નજીક સૈફી કોમ્પ્લેક્ષમાં ભારતી પ્રિન્ટ નામે દુકાન ધરાવતા પ્રદીપ સુરાનાની દુકાને ટુક્ડે-ટુક્ડે રૂા. 1.65 લાખની મત્તાનો કુર્તીનો જથ્થો મંગાવ્યો હતો અને સાતેક દિવસમાં પેમેન્ટ ચુકવવાનો વાયદો કર્યો હતો.

(5:50 pm IST)