Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

નર્મદા પોલીસ તથા સહાયક આરટીઓ કચેરીના સંયુકત ઉપક્રમે 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી થશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.18 જાન્યુઆરીથી તા.17 ફેબ્રુઆરી દરમિયાન એક માસ માટે નર્મદા પોલીસ તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના સંયુકત ઉપક્રમે 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- 2021ની ઉજવણીનો કાર્યક્રમ થશે જેમાં આવતીકાલ તા.18 જાન્યુઆરીએ સવારે સૂર્ય દરવાજા ખાતેથી એક જાગૃતિ રેલી નિકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી ટાઉન હોલ ખાતે પૂર્ણ થશે ત્યારબાદ 11 વાગે ટાઉનહોલ ખાતે નર્મદા કલેકટર ડી.એ.શાહ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે જેમાં અતિથિ વીશેષ નર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નર્મદા એ. આર. ટી. ઓ.વી.ડી.આસલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.આખો મહિનો ચાલનારો આ 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી દરમિયાન પોલીસ અને સહાયક આરટીઓ વિભાગ દ્વારા વિવિધ ટ્રાફિક બાબતેના જાગૃતિ કાર્યક્રમો કરાશે.

(11:18 am IST)