Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

વડોદરાના વાઘોડિયા રોડ પર રસ્તા પર ઉભેલ ગાય સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર આવેલ આમોદર નજીક બાઇક ચાલક રસ્તા ઉપર ઊભેલી ગાય સાથે  ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

આ અકસ્માતના બનાવમાં વાઘોડિયા પોલીસે મૃતક વિરૂદ્ધ વાહન ચલાવતા સમયે બેદરકારી દાખવી પોતાનું મોત નીપજાવવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. વાઘોડિયાના પીપળીયા ખાતે વણકરવાસમાં રહેતો કમલેશ પરમાર વડોદરા શહેરની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

દરમિયાન તે પીપળીયા નજીક આવેલ ગાયત્રી મંદિર પાસે થી બાઈક પર પસાર થઇ રહ્યો હતો. તે સમયે રસ્તા ઉપર ઊભેલી ગાય સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ધીરજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. 

(5:09 pm IST)
  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST