Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

લાંચના આરોપમાં ઝડપાયેલ પોરબંદરના મહિલા ઇજનેરને ઘેરથી મળેલ ૧૧,૭૮,૪૦૦ ની રોકડનો ખુલાસો ન કરી શકયા

ઇન્‍ચાર્જ એસીબી વડા શમશેરસિંઘની બિન હિસાબી મિલ્‍કત જપ્ત કરવાનું અભિયાન સૌરાષ્‍ટ્ર સુધી પહોંચ્‍યુઃ હજુ ઘણા રડારમાં

રાજકોટ તા.  ૧૭: ગુજરાત માફક સૌરાષ્‍ટ્રમાં ઘણા અધિકારીઓ એન કેન પ્રકારે બેફામ લાંચ લેતા હોવા છતાં એક યા બીજા કારણસર આબાદ છટકી જતા હોવાના અહેવાલ રાજ્‍યના ઇન્‍ચાર્જ એસીબી વડા કે જે મૂળ સુધી પહોંચવા સાથે ગુજરાત માફક સૌરાષ્‍ટ્રમાં પણ પોતાનું સ્‍વતંત્ર બાતમી વર્તુળ ધરાવે છે તેમની પાસે કેટલીક ધડાકા જેવી વિગતો ખુલતા હવે એસીબી રડારનું નાળચું હવે સૌરાષ્ટ્‌ તરફ પણ લંબાયું છે, એડી એસીબી ડાયરેક્‍ટર બિપીન આહિરે પણ એક્‍ટિવ બન્‍યા છે, જેના પરિણામ મળી રહ્યા છે.  

બોર્ડર રેન્‍જ એસીબી સાંભળતા મદદનીશ નિયામક કળષ્‍ણકુમાર સિહ ગોહીલને રાજકોટ અર્થાત્‌ ઉતર સૌરાષ્ટ્‌ યુનિટમો ચાર્જ આપવો એ પણ એક રણનીતિ છે, જેના પરિણામ મળવા લાગ્‍યા છે.

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ, પોરબંદરની કચેરીનાં સમારકામ માટે અપાયેલ કોન્‍ટ્રાકટ પેટેનાં ફાયનલ બીલનાં નાણા મંજુર કરવા આપેલ અભિપ્રાય અંગે રૂા ૭,૦૦૦/-ની લાંચની માંગણી કરવામાં આવેલ. આ અંગે ફરીયાદીશ્રીએ પોરબંદર એ.સી.બી.નો સંપર્ક કરતા આ કામે આરોપીઓ (૧) દિપ્તીબેન સતીષભાઇ થાનકી ઉ.વ.૩૬, મદદનીશ ઇજનેર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ, પોરબંદર રહે.ફ્‌લેટ નં.૧૦૩, વ્રજ વિહાર એપાર્ટમેન્‍ટ, યુકો બેંકની સામે, રેલ્‍વે સ્‍ટેશન રોડ, જી.પોરબંદર, (૨) દિપકભાઇ નાથાલાલ સોલંકી,ઉ.વ.૫૭, રોજમદાર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ, પોરબંદર, રહે.પટેલ સમાજ સામે, રણ વિસ્‍તાર, છાંયા, જી.પોરબંદર, આરોપી (૩) મશરીભાઇ પાલાભાઇ કરંગીયા, ઉ.વ.૪૬, રોજમદાર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ, પોરબંદર, રહે.બારડફળી, ગામ ખીજદળ, તા.રાણાવાવવાળાઓને રૂા ૭,૦૦૦/-ની લાંચ લેતા રંગે હથ ઝડપાય ગયેલ છે. જે અંગે પોરબંદર એ.સી.બી. પો.સ્‍ટે. આતે ગુ.ર.નં.૦૨/૨૦૨૪ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ.

એ.સી.બી.ની કાર્યવાહી અંતર્ગત આક્ષેપિતનાં ઘરની સર્ચ કાર્યવાહી કરવામાં આવેલ આ સર્ચ કાર્યવાહી દરમ્‍યાન આરોપી નં. (૧) દિપ્તીબેન સતીષભાઇ થાનકી ઉ.વ.૩૬, મદદનીશ ઇજનેર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ, પોરબંદરનાં નિવાસસ્‍થાનેથી રૂા ૧૧,૭૮,૪૦૦/-ની માતબર બિનહીસાબી રોકડ મળી આવેલ. જે રોકડ એ.સીબી. દ્વારા કબજે કરવામાં આવેલ છે. આ અંગે આરોપી કોઇ સંતોષકારક જવાબ આપી શકેલ નથી. જેથી આ અંગે આગળની તપાસ કાર્યવાહી ચાલુમાં છે.

(11:34 am IST)