Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

વડોદરામાં કોરોનાથી ૬૫ વર્ષીય વળદ્ધ મહિલાનું મોત

પહેલા માત્ર ઝાડા-ઉલટી થયેલા

વડોદરા, તા.૧૭: કોરોનાની નવી ઈનિંગ શરૂ થઈ હોય તેમ ફરી એકવાર વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે.  ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ રાજ્‍યમાં કોરોનોનો કેસ ધ્‍યાને આવ્‍યો છે. ત્‍યારે ફરી એકવાર સાવચેત થઈ જવાની જરૂર જણાય છે.

વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. અત્રે  જણાવીએ કે, ૬૫ વર્ષીય વળદ્ધ મહિલાને કોરોનો પોઝિટીવ આવ્‍યો હતો. પહેલા ઝાડા ઉલટી થતાં હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. ત્‍યારે કોરોના હોવાનું સામે આવતા SSG હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.જ્‍યાં વળદ્ધાને વેન્‍ટિલેટર સપોર્ટમાં રાખવામાં આવ્‍યા હતા. આપને જણાવી દઈએ કે, છેલ્લા ૧૨ દિવસથી મહિલા સારવાર હેઠળ હતી. જે વળદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. હેલ્‍થ એક્‍સપર્ટ્‍સનું કહેવું છે કે, કોવિડ પ્રોટોકોલને ફોલો કરવાથી માત્ર તમને જ નહીં, પરંતુ કોરોનાના ગંભીર રોગોના જોખમમાં રહેલા લોકોને પણ ચેપથી બચાવવામાં મદદ મળી શકે છે. આ માટે કેટલીક બાબતોનું ખાસ ધ્‍યાન રાખવું. જો પરિવારના કોઈ સભ્‍યને કોરોનાના લક્ષણો જણાય તો માસ્‍ક પહેરવું, હેન્‍ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો તેમજ કોરોનાથી સુરક્ષિત રહેવા માટે રસી લેવી જોઈએ. સામાજિક અંતરનું પાલન કરવું.

(11:05 am IST)