Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સુરતમાં સોના-ચાંદીના દાગીના ચમકાવાના બહાને છેતરતી ટોળકીના ત્રણ આરોપીઓ ઝડપાયા

એકલદોકલ મહિલાને નિશાન બનાવી કળા કરતા ;2,40 લાખના સોનાના ઘરેણાં જપ્ત

 

સુરત ;સોના ચાંદીના દાગીના ચમકાવી દેવાના બહાને ઠગાઈ કરવાના કિસ્સાઓ વધી રહ્યાં છે અનેક શહેરોમાં મહિલાઓ આવા ધૂતારાઓના નિશાન બન્યા છે ત્યારે સુરતમાં સોના-ચાંદીના દાગીના ચમકાવી આપવાનું કહીને લોકો સાથે ઠગાઈ કરતી ટોળકીને ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે ટોળકીના ત્રણ સભ્યોને ઝડપીને તેમની પાસેથી રૂપિયા 2,30 લાખના સોનાના ઘરેણા જપ્ત કર્યા છે.

   શખ્સો ઘરમાં એકલ-દોકલ રહેતી મહિલાઓને નિશાન બનાલતા હતા.આવી મહિલાઓને ઘરે જઈને સોના-ચાંદીના ઘરેણા ચમકાવવા માટે તેમને વિશ્વાસમાં લેતા હતા.અને વાતોવાતોમાં નજર ચૂકવીને ફરાર થઈ જતા હતા. પોલીસે શખ્સોને ઝડપીને તેમની પૂછપરછ કરતાં તેમણે ગુના કબૂલ્યાહતા 

(12:11 am IST)