Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સુરત: પૈસા કમાવવાની લાલચે હથિયારોની લે-વેચના રવાડે ચડેલા બે આરોપી ઝડપાયા

બંનેને સરથાણા યોગીચોક પાસેથી દબોચી લેવાયા:બે પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ જપ્ત :દેવું વધતા અવળાધંધે ચડ્યા 'તા

 

સુરત ;પૈસા કમાવવાની લાલચમાં માણસ ભાન ભૂલીને અવળાધંધે ચડ્યાનો એક કિસ્સો સુરતમાં બહાર આવ્યો છે સુરતમાં ગેરકાયદે હથિયારોની લે-વેચ કરતાં બે આરોપીઓને ક્રાઈમબ્રાન્ચે દબોચી લીધા છે  બંને આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  જાણવા મળતી વિગત મુજબ પોલીસે બાતમીને આધારે સરથાણા યોગીચોક પાસેથી બંને આરોપીઓને ગેરકાયદે હથિયારની લેવેચ કરવાના આરોપસર ધરપકડ કરી હતી બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમના માથે દેવુ વધ્યું છે. ત્યારે ઝડપથી વધુ પૈસા કમાવવાની લાલચે તેઓ હથિયારોની લે-વેચના રવાડે ચડ્યા હતા.

   પોલીસ બંનેની પૂછપરછ કરીને તેની સાથે અન્યો કોણ સંકળાયેલું છે. અને કોણ હથિયાર સપ્લાય કરે છે તેવી તમામ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

(9:44 pm IST)