Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

બાયડના ફાંટા નજીક સુજલામ કેનાલમાં રીક્ષા ખાબકતા ડ્રાયવર સહીત પાંચ ડૂબ્યા :ચારને બચાવાયા :7 વર્ષનો આયુષ પાણીના ગરકાવ

કપડવંજના દાણા ગામનો પરમાર પરિવાર બાયડના બોરડીમાં સબંધીને શોક મુકાવવા જતા રસ્તામાં દુર્ઘટના

 

કપડવંજ :બાયડના ફાંટા નજીક સુજલામ કેનાલમાં રીક્ષા ખાબકતા રિક્ષાચાલક સહીત પાંચ લોકો ડૂબ્યા હતા જેમાં મદદે આવેલા લોકોએ ચારને બચાવી લીધા હતા જયારે 7 વર્ષના આયુષ પાણીના ધસમસતા પ્રવાહના ગરકાવ થઇ જતા શોધખોળ હાથ ધરાઈ છે

  જાણવા મળતી વિગતો મુજબ બાયડના ફાંટા નજીક મુસાફરો ભરીને જતી રીક્ષા સુજલામ કેનાલમાં ખાબકતાં ડ્રાઈવર સહિત જણ ડૂબી ગયાં હતાં. મદદે આવેલા લોકોએ જણને બચાવી લીધાં છે પરંતુ વર્ષનો આયુષ સુરેશભાઈ પરમાર ધસમસતા પાણીમાં ગરર્કાંવ થઈ જતાં શોધવા માટે ફાયર બ્રિગેડની ટીમો બોલાવાઈ હતી

  કપડવંજ તાલુકાના દાંણા ગામનો પરમાર પરિવાર બાયડના બોરડી ગામે સબંધીના મોત પછી શોક મૂકાવવા માટે જતો હતો ત્યારે દુર્ઘટના બનતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે

  અત્રે ઉલ્લેખનીય છે કે સુજલામ કેનાલ બાયડ તાલુકામાં બાળકોને ભરખી જનારી કેનાલ બનીછે છેલ્લા ત્રણ મહિનામાં ડૂબી જવાથી બે બાળકોનાં મોત નિપજ્યા છે

     બનાવની  જાણ થતાં બાયડ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી ત્યારબાદ પાણીમાં લાપત્તા બનેલા વર્ષના બાળકને શોધવા બાયડ-મોડાસા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે પરંતુ કલાક પછી પણ બાળકનો કોઈ પત્તો મળ્યો નથી.

ડૂબેલાઓની યાદી.. 

સુરેશભાઈ પુનમભાઈ પરમાર

કેયુર પુનમભાઈ પરમાર

અમૃતબેન સુરેશભાઈ પરમાર

ચંચળબેન પુનમભાઈ પરમાર

(તમામ રહે.દાંણા, તા.કપડવંજ)

સુજલામ કેનાલને સુરક્ષિત બનાવવા માંગણી પત્ર પાઠવ્યો

બાયડ તાલુકામાંથી પસાર થતી સુજલામ કેનાલમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં બાળકોની જીંદગી હોમાઈ ગઈ છે. ત્યારે તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય મહેન્દ્ર જે. બારોટે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સુજલામ કેનાલને સુરક્ષિત બનાવવા માટે ફરતે તારની વાડ બનાવવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય અને અંગે તેઓએ રાજ્યના સિંચાઈ મંત્રી તેમજ મુખ્ય મંત્રીને તાકીદે પત્ર પાઠવ્યાનું જણાવ્યું હતું.

(9:28 pm IST)