Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ હેઠળની ખાલી જગ્યાઓ સત્વરે ભરાશેઃ બ્રિજેશ મેરજા

મોરબીઃ રાજય પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગાંધીનગર ખાતે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની શુભેચ્છા મુલાકાત લઇ બોર્ડની વિવિધ કામગીરી વિશે જાણકારી મેળવી હતી.

આ મુલાકાત વેળાએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ હેઠળની વિવિધ સંવર્ગની ખાલી જગ્યાઓ માટે સત્વરે ભરતી કરાશે.

મંત્રી મેરજાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં થનારા કાર્યોની રૂપરેખા લક્ષ્યાંકો સહિત નક્કી કરવામાં આવી છે. રાજયના યુવાનોને રોજગાર મળે તે અમારી પ્રાથમિકતા છે તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યુ હતું કે આગામી દિવસોમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પંચાયતની વિવિધ સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

(10:52 am IST)